AR Rahmanની માતા Kareema Bagumનું નિધન, સિંગરે શેર કરી ભાવુક કરતી તસવીર

ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ વિનર સંગીતકાર એઆર રહેમાન (AR Rahman)ની માતા કરીમા બેગમ (Kareema Bagum)નું સોમવાર (28 ડિસેમ્બર)ના ચેન્નાઈમાં નિધન થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમની માતાની એક તસવીર શેર કરી તેની પુષ્ટી કરી છે

AR Rahmanની માતા Kareema Bagumનું નિધન, સિંગરે શેર કરી ભાવુક કરતી તસવીર

નવી દિલ્હી: ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ વિનર સંગીતકાર એઆર રહેમાન (AR Rahman)ની માતા કરીમા બેગમ (Kareema Bagum)નું સોમવાર (28 ડિસેમ્બર)ના ચેન્નાઈમાં નિધન થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમની માતાની એક તસવીર શેર કરી તેની પુષ્ટી કરી છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયથી તેમની માતા બીમાર હતી. જેના કારણે તેમનું નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા.

રહેમાનને શેર કરી પોસ્ટ
સિંગર એઆર રહેમાન (AR Rahman)ને પોસ્ટ શેર કરતા જ ફેન્સે તેના પર કોમેન્ટ કરી કરીમા બેગમ (Kareema Bagum)ને શ્રદ્ધાંજલિ આપવાની શરૂ કરી છે. રહેમાને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમની માતાની એક તસવીર શરે કરી છે. સિંગરે તસવીરની સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. ચાહકો સતત રહેમાનની માતાની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

— A.R.Rahman (@arrahman) December 28, 2020

તેમની માતાના નજીક હતા રહેમાન
9 વર્ષની ઉંમરમાં રહેમાનના પિતાનું નિધન થયુ હતુ. રહેમાન તેમની માતાના સૌથી નજીક હતા. કરીમા બેગમના લગ્ન એક ભારતીય સંગીતકાર રાજગોપાલ કૃલશેખરન સાથે થયા હતા. જે મુખ્ય રીતથી મલયાલમ ફિલ્મો માટે કામ કરતા હતા. તેમણે 52 ફિલ્મોમાં સંગીત આપ્યું અને 100થી વધુ ફિલ્મો માટે સંગીત કંડક્ટર (music conductor) હતા. એક સંગીત નિર્દેશક તરીકે તેમનું પહેલું ગીત છોટા મથુલ ચુડાલા વર (Chotta Muthal Chudala Vare) હતું. જે કેરળમાં એક મોટી હિટ સાબિત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news