હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા રજનીકાંત, ડોક્ટરોએ આપી આ સલાહ
Rajinikanth discharged from hospital: સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અપોલો હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, રજનીકાંતને કોઈ ગંભીર સમસ્યા નથી.
Trending Photos
હૈદરાબાદઃ સુપરસ્ટાર રજનીકાંતને બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે શુક્રવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધાર થવા પર હવે રજનીકાંતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અપોલો હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, તેમને કોઈ ગંભીર સમસ્યા નથી.
ડોક્ટરોએ રજનીકાંતને સલાહ આપી છે કે તે એક સપ્તાહ સુધી બેડ રેસ્ટ કરે, ઓછામાં ઓછી ફિઝિકલ એક્ટિવિટી કરે અને સ્ટ્રેશ ન લે. કોરોનાને જોતા તેમને ઘરની બહાર ઓછા નિકળવાની સલાહ આપવામાં આવી છે. રજનીકાંતની સ્થિતિ પહેલાથી સારી છે તેમ છતાં તેમણે હાલ અનેક પ્રકારની સાવચેતી રાખવી પડશે.
રજનીકાંત પોતાની ફિલ્મ 'અન્નાથે'નું શૂટિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન તેમને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ. ત્યારબાદ તેમને હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી રજનીકાંતનું હેલ્થ અપડેટ પણ જારી કરવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ Sushant Singh Rajput Case માં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ
આ પહેલા 23 ડિસેમ્બરે ફિલ્મ અન્નાથેના 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ શૂટિંગ 15 ડિસેમ્બરે શરૂ થયું પરંતુ વચ્ચે રોકવુ પડ્યું હતું. મેકર્સે ફિલ્મના સ્ટાર્સ અને ક્રૂ માટે બાયો બબલ બનાવ્યું હતું. પરંતુ રૂટીન ટેસ્ટ દરમિયાન 8 સભ્યોનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. રજનીકાંતનો કોરોના ટેસ્ટ નેગેટિવ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે