પીએમ મોદીએ 100મી કિસાન રેલને આપી લીલીઝંડી, મહારાષ્ટ્રથી બંગાળ સુધી ચાલશે

ભારતીય રેલવેએ આ વર્ષે 7 ઓગસ્ટે કિસાન રેલની શરૂઆત કરી હતી. ત્યારબાદ માત્ર 5 મહિનાની અંદર 100મી કિસાન રેલ આજે રવાના થઈ, જેને પીએમ મોદીએ આજે લીલી ઝંડી દેખાડી છે. 
 

પીએમ મોદીએ 100મી કિસાન રેલને આપી લીલીઝંડી, મહારાષ્ટ્રથી બંગાળ સુધી ચાલશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આ વર્ષે 7 ઓગસ્ટે કિસાન રેલની શરૂઆત કરી હતી. ત્યારબાદ માત્ર 5 મહિનાની અંદર 100મી કિસાન રેલ આજે રવાના થઈ, જેને પીએમ મોદીએ આજે લીલી ઝંડી દેખાડી છે. આ તકે કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલે સ્પષ્ટ કહ્યુ કે, અમારી સરકાર માને છે કે કિસાનોની સમૃદ્ધિ જ દેશની સમૃદ્ધિ છે. આ સાથે તેમણે પીએમ મોદીનો આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આભાર માન્યો હતો. 

આ તકે પીએમ મોદીએ કહ્યુ કે, હું સૌથી પહેલા દેશના કરોડો કિસાનોને શુભેચ્છા આપુ છું. ઓગસ્ટ મહિનામાં દેશની પ્રથમ કિસાન અને ખેતી માટે સંપૂર્ણ રીતે સમર્પિત રેલ શરૂ કરવામાં આવી હતી. આજે 100મી કિસાન રેલ થોડા સમય પહેલા મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર માટે રવાના થઈ છે. તેનાથી પશ્ચિમ બંગાળના કિસાનો, પશુપાલકો, માછીમારોની પહોંચ મુંબઈ, પુણે, નાગપુર જેવા મહારાષ્ટ્રની મોટી-મોટી બજારો સુધી થઈ ગઈ છે. 

— ANI (@ANI) December 28, 2020

પીએમ મોદીએ આગળ કહ્યું કે, સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજના અભાવમાં દેશના કિસાનનું નુકસાન હંમેશાથી મોટો પડકાર રહ્યો છે. અમારી સરકાર સંગ્રહની આધુનિક વ્યવસ્થા પર, સપ્લાઈ ચેનના આધુનિકીકરણ પર, કરોડોના રોકાણની સાથે-સાથે, કિસાન રેલની નવી પહેલ પણ કરી રહી છે. 

કિસાનો પ્રત્યે સરકારની નિષ્ઠાની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આ કામ કિસાનોની સેવા માટે અમારી પ્રતિબદ્ધતા દેખાડે છે. આ તે વાતનું પણ પ્રમાણ છે કે અમારા કિસાન નવી સંભાવનાઓ માટે કેટલી ઝડપથી તૈયાર છે. કિસાન, બીજા રાજ્યોમાં પણ પોતાનો પાક વેચી શકે, તેમાં કિસાન રેલ અને કૃષિ ઉડાનની મોટી ભૂમિકા છે. 

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, કિસાન રેલ સેવા, દેશના કિસાનોની આવક વધારવાની દિશામાં પણ એક મોટુ પગલું છે. તેનાથી ખેતી સાથે જોડાયેલી અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. તેનાથી દેશની કોલ્ડ સપ્લાઈ ચેનની શક્તિ પણ વધશે. કિસાન રેલ ચાલતુ-ફરતુ કોલ્ડ સ્ટોરેજ પણ છે. એટલે કે તેમાં ફળ હોય, શાક હોય, દૂધ હોય, માછલી હોય, એટલે કે જલદી ખરાબ થનારી વસ્તુને સંપૂર્ણ સુરક્ષાની સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news