સલમાનના 'ખાન'દાનની આ છે નવી વહુ? કોણ છે જાણવા કરો ક્લિક

સલમાન ખાનનો નાનો ભાઈ અરબાઝ છેલ્લા કેટલાક સમયથી પોતાની કરિયરને કારણે નહીં પણ અંગત જીવનને લીધે ચર્ચામાં છે

સલમાનના 'ખાન'દાનની આ છે નવી વહુ? કોણ છે જાણવા કરો ક્લિક

મુંબઈ : સલમાન ખાનનો નાનો ભાઈ અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની કરિયરને કારણે નહીં પણ અંગત જીવનને લીધે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અરબાઝ ક્યારેક તેની એક્સ વાઈફ માલઈકા અરોરા તો ક્યારેક ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને મીડિયામાં ચમકતો રહે છે. ઈટાલિયન મોડલ જ્યોર્જિયા અને અરબાઝની રિલેશનશિપ અંગે અનેક વાતો સામે આવી રહી છે. અરબાઝના જન્મદિવસે હાલમાં જ્યોર્જિયાએ પણ અરબાઝ સાથેનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેને બર્થડેની શુભકામના પાઠવી દીધી. આ પોસ્ટ બાદ ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે જ્યોર્જિયા મલાઈકાની જગ્યા લઈ શકે છે અને અરબાઝ સાથે લગ્નનું પ્લાનિંગ કરી શકે છે.

અરબાઝે 4 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી હતી. અરબાઝ અને તેની બહેન અર્પિતાનો જન્મદિવસ એક જ દિવસે 4 ઓગસ્ટના રોજ હતો. અરબાઝના જન્મદિવસે જ્યોર્જિયાએ બંનેનો ફોટો અપલોડ કરીને લખ્યું કે, ‘યૂ યોર ડે…હેપ્પી બર્થડે રોકસ્ટાર’. પાર્ટીમાં એવું લાગી રહ્યું હતું કે અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધ પર ખાન પરિવારે મંજૂરી આપી દીધી છે.

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

હાલમાં અરબાઝ પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર ગયો હતો. આ સમયે તેને એક્સ પત્ની મલાઇકાના પરિવારે કંપની આપી હતી. મળતી માહિતી પ્રમાણે અરબાઝ પોતાની એક્સવાઇફના પરિવારની બહુ નજીક છે. આ કારણોસર તેની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ અને મલાઇકાના પરિવાર વચ્ચે પણ સારી મિત્રતા થઈ ગઈ છે. ગયા વર્ષે મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થયા છે અને ડિવોર્સ પછી બંને અલગ રહે છે. તેમનો દીકરો અરહાન મલાઇકા સાથે રહે છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઈ ગયા પછી પણ બંને પોતપોતાના સાસરાપક્ષની નજીક છે અને અરબાઝ અનેકવાર મલાઇકાના પરિવાર સાથે આઉટિંગમાં જોવા મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news