ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે અને હવે આ કેસમાં બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) નું નામ પણ સામે આવ્યું છે, જેની NCB ના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે

Updated By: Oct 22, 2021, 12:49 PM IST
ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે અને હવે આ કેસમાં બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) નું નામ પણ સામે આવ્યું છે, જેની NCB ના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે. હવે અનન્યા અને આર્યન (Aryan Khan) વચ્ચેની વાતચીત સામે આવી છે.

આર્યન અને અનન્યા વચ્ચે શું થઈ હતી વાત?
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, એનસીબી (NCB) જે વોટ્સએપ ચેટ્સનો અહેવાલ આપી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરી રહી છે, તે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે છે. આ વોટ્સએપ ચેટમાં આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજા વિશે વાત કરી રહ્યા છે.

Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

આર્યન અને અનન્યા વચ્ચે ચેટ (WhatsApp Chats)?
આર્યન ખાને અનન્યા પાંડેને પૂછ્યું- If Ganja can be arrange.
આ માટે અનન્યા પાંડેનો જવાબ આવે છે- She will arrange

ચેટ પર અનન્યા પાંડેની સ્પષ્ટતા
એનસીબી (NCB) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે જ્યારે અનન્યા પાંડે (Ananya Panday) ને પૂછપરછ કરવામાં આવી ત્યારે અનન્યાએ કહ્યું કે તે આર્યન ખાન સાથે મજાક કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઉપરાંત તેમની પાસે આવી ઘણી ચેટ્સ છે, જેમાં બંને અલગ અલગ પ્રસંગે નાર્કોટિક સબ્સટેન્સ (Narcotic Substances) વિશે વાત કરી રહ્યા છે.

Anupama ની નાની વહૂ પણ બોલ્ડનેસના મામલે કંઇ કમ નથી, બેકલેસ તો ક્યારેક જાળીદાર ટોપ પહેરી મચાવી બબાલ

અનન્યા પાંડેથી એનસીબીએ કરી પૂછપરછ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બુધવારે અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરે દરોડો પાડ્યા હતા અને તેને પૂછપરછ માટે બોલાવી હતી. ગુરુવારે એનસીબી ઓફિસમાં તેની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે NCB ને ગઈકાલે રાત્રે મોટી સફળતા મળી છે અને મુંબઈમાંથી એક શંકાસ્પદ ડ્રગ સ્મગલરની અટકાયત કરવામાં આવી છે. હવે એનસીબી આજે (22 નવેમ્બર) અનન્યા સાથે પેડલરને પૂછપરછ કરે તેવી શક્યતા છે, કારણ કે આ તસ્કરને આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની કથિત કડી તરીકે જોવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube