drug case

સુરતીઓને નશીલા બનાવવાનું ષડયંત્ર, પકડાયો 1 કરોડનો ગાંજો

ગુજરાત ડ્રગ્સ (gujarat drugs) નું હબ બની ગયુ છે. એક સમયે પંજાબમાં ડ્રગ્સ માટે બદનામ હતું, ત્યારે હવે ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનુ સેન્ટર (drug case) બની ગયુ છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સુરતમાં એક કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો છે. પુણાની નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં ગાંજો લાવવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. 

Nov 22, 2021, 11:30 AM IST

મોરબી ડ્રગ્સ કેસ : જેના ઘરે કરોડોના ડ્રગ્સનો જથ્થો છુપાવાયો હતો, તે સમસુદ્દીન કરતો હતો દોરાધાગાની વિધિ 

મુન્દ્રા, દ્વારકા બાદ મોરબીમાંથી મળેલા કરોડોના ડ્રગ્સ (drug case) ના જથ્થા બાદ સાબિત થઈ ગયુ કે, ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટ વે બન્યું છે. મોરબી (Morbi) ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની (Pakistan) ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલે કે ગુજરાતનો 1600 કિમીનો દરિયો ડ્રગ્સના વેપાર માટે સેફ પેસેજ બન્યો છે. 

Nov 15, 2021, 03:31 PM IST

દૂબઈમાં ઘડાયું હતું પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આખુ ષડયંત્ર : ગુજરાત DGP

ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે. મોરબીમાં પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી  600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. ત્યારે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે મહત્વની માહિતી આપી છે. 

Nov 15, 2021, 11:48 AM IST

આટલુ બધુ ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ક્યાંથી? હવે મોરબીમાંથી પકડાયું 120 કિલો હેરોઈન

ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

Nov 15, 2021, 08:03 AM IST

સુરત પોલીસની નાક નીચે ચાલતી હતી ડ્રગ્સ લેબોરેટરી, ડ્રગ્સનો બંધાણી કેવી રીતે બની ગયો સોદાગર?

ગુજરાત ડ્રગ્સની નગરી બની રહી છે. ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ વેચાઈ રહ્યુ છે. સુરતમાં તાજેતરમાં જ 5.85 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયુ હતું. ત્યારે એમડી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લીધો છે. 5.85 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાની પેડલર ઝડપાયા બાદ તે જેને ડ્રગ્સ આપવા આવ્યો હતો. તે જૈમીન સવાણી પણ ઝડપાયો છે. એટલુ જ નહિ, સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પણ પકડાઈ છે. જૈમીન અગાઉ પણ નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ આરોપી છે. 

Nov 12, 2021, 03:58 PM IST

કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ વલસાડ પોલીસ સતર્ક બની, દરિયા પર વધારી વોચ

ગુજરાત રાજ્યમાં દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે દરિયાની સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં પોલીસ સતર્ક બની છે. જિલ્લા દરિયા કિનારે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ માછીમારો અને સ્થાનિક લોકોને પણ જાગૃત કરી દરિયાઈ સીમા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ તથા શંકાસ્પદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Nov 12, 2021, 03:15 PM IST

દ્વારકા ડ્રગ કેસ : બુધવારે સવારે શરૂ થયેલું સર્ચ ઓપરેશન મોડી રાતે પૂરુ થયું, ડ્રગ્સનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી

દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા 300 કરોડના ડ્રગ્સ (drug case) મામલે બુધવાર વહેલી સવારથી શરૂ થયેલ સર્ચ ઓપરેશન મોડી રાત્રે પૂર્ણ થયુ હતું. ખંભાળિયા આરાધના ધામ પાસેથી 17 કિલો 651 ગ્રામ સાથ ઝડપાયેલા મહારાષ્ટ્રના શહજાદ બાબુ ઘોસીની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ સલાયાથી અન્ય બે આરોપી અલી અને સલિમ કારાના ઘરે સર્ચ ઓપરેશન પૂર્ણ થયુ હતું. સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. દ્વારકા પોલીસે કુલ 3 આરોપી સાથ 63 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આવતી કાલે પોલીસ 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.

Nov 11, 2021, 11:32 AM IST

ગૃહરાજ્ય મંત્રીની ચેતવણી, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે નહિ ચલાવી લેવાય

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ (drug case) ધૂસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 66 કિલોથી વધુનુ ડ્રગ્સ પકડાયુ છે. આ મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. 

Nov 10, 2021, 02:35 PM IST
Special Report: Aryan in Mannat 28 days later PT4M33S

Drugs Case માં નવો વળાંક, NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, લાંચના આરોપ પર તપાસ શરૂ

ડ્રગ્સ પાર્ટી કેસમાં સોમવારે કોર્ટમાં બે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી. જેના પર સેશન કોર્ટે સુનાવણી કરી

Oct 25, 2021, 01:38 PM IST

Drug Case Update: NCB ની પૂછપરછ પહેલા પિતાને ભેટીને રડી પડી Ananya, બીજા દિવસે થશે પૂછપરછ

ડ્રગ્સ કેસમાં (Drug Case) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી વોટ્સએપ ચેટના આધાર પર અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે જે આર્યન ખાન (Aryan Khan) અને અનન્યા પાંડે વચ્ચે છે

Oct 22, 2021, 02:24 PM IST

ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે અને હવે આ કેસમાં બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) નું નામ પણ સામે આવ્યું છે, જેની NCB ના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે

Oct 22, 2021, 12:49 PM IST

Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી (Drug Party) કેસની તપાસ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ ગુરુવારે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ઘરે મન્નત (Mannat) પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, NCB ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો શોધી રહી હતી

Oct 22, 2021, 08:34 AM IST

Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે

એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી

Oct 21, 2021, 07:20 PM IST

Drug Case માં મોટી કાર્યવાહી, આર્યન-અનન્યા બાદ વધુ બે સેલિબ્રિટી NCB ના રડાર પર

મુંબઇ ડ્રગ્સ રેકેટ (Mumbai Drug Racket) ને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે NCB તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. એનસીબીના સૂત્રોના અનુસાર બોલીવુડ બેકગ્રાઉન્ડના વધુ બે મોટા સેલેબ્સ એનસીબીની રડાર પર છે.

Oct 21, 2021, 04:30 PM IST

Drug Case: NCB ના 3 અધિકારી કરશે Ananya Panday સાથે પૂછપરછ

અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

Oct 21, 2021, 04:08 PM IST

12મું પાસ Ananya Panday આ રીતે કરે છે પાર્ટી, NCB રેડ બાદ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એક મોટું નામ સામે આવ્યું છે. અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરમાં એનસીબીએ રેડ પાડી છે. આર્યન ખાનની સાથે ડ્રગ્સને લઇને વાયરલ થયેલી ચેટમાં તેમનું નામ ઉજાગર થયું છે. અનન્યા કોઇ નાનું મોટું નામ નથી. તે અવાર નવાર સમાચારો છવાયેલી રહે છે. અભિનેત્રીને પાર્ટીમાં જતાં જોવા મળી છે. સ્ટારકિડ સાથે તે દરેક પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. 
 

Oct 21, 2021, 03:39 PM IST

ડ્રગ્સ કેસમાં 19 મી ધરપકડ, અરબાઝ મર્ચન્ટના સપ્લાયરની NCB એ કરી ધરપકડ!

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરતા શનિવારે 19 મા આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ખાર પશ્ચિમના મુરુગુન ચાલમાં રહેતો શિવરાજ રામદાસ વ્યવસાયે ડ્રગ પેડલર છે

Oct 10, 2021, 09:53 AM IST