'પ્લીઝ વધારે પડતી ઓવરએક્ટિંગ ના કરો' કલાકારોના વેક્સીન લેવાના વીડિયો પર ટીવી અભિનેત્રીએ માર્યો ટોણો

ટેલિવિઝન અભિનેત્રી આશા નેગીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી... અભિનેત્રીએ આ પોસ્ટમાં લખ્યું કે ' હું દરેક કલાકારને કહેવા માંગુ છું કે તમે રસી લેવાનો વીડિયો મૂકો છો, અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે તે સારી વાત છે પરંતું રસી લેતા સમયે આટલી ઓવર એક્ટિંગ કેમ કરો છો?

Updated By: May 13, 2021, 10:50 AM IST
'પ્લીઝ વધારે પડતી ઓવરએક્ટિંગ ના કરો' કલાકારોના વેક્સીન લેવાના વીડિયો પર ટીવી અભિનેત્રીએ માર્યો ટોણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં 1 લી મેથી 18 વર્ષથી વધુ વયના નાગરિકો માટે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. કેન્દ્ર અને રાજ્યસરકાર તો લોકોને રસી લેવા માટે ઝુંબેશ ચલાવે છે પરંતું ફિલ્મી અને ટેલિવિઝન સિતારાઓ પણ રસી લઈને પોતાની નૈતિક ફરજ તો નિભાવે છે પરંતું તેમના ફેન્સને રસી લેવા માટે અપીલ કરે છે, ફિલ્મ અને ટેલિવિઝન કલાકારોથી લઈને સામાન્ય નાગરિક વેક્સીન લેતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, તેવામાં ટેલિવિઝનની જાણિતી અભિનેત્રી વેક્સીન લેતા કલાકારોની કેટલીક હરકતોથી ભડકી છે?... અને અભિનેત્રીના ગુસ્સા પર અન્ય કલાકારોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી દીધી...

No description available.

આશા નેગીએ વેક્સીન લેનાર સેલિબ્રિટીઓ પર કેમ માર્યો ટોણો?
ટેલિવિઝન અભિનેત્રી આશા નેગીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી... અભિનેત્રીએ આ પોસ્ટમાં લખ્યું કે ' હું દરેક કલાકારને કહેવા માંગુ છું કે તમે રસી લેવાનો વીડિયો મૂકો છો, અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે તે સારી વાત છે પરંતું રસી લેતા સમયે આટલી ઓવર એક્ટિંગ કેમ કરો છો?, બહુ ત્રાસદાયક લાગે છે આ બધી હરકતો.. આ પોસ્ટ સાથે તેને કેપ્શન લખ્યું કે- ' પ્લીજ યાર! અને લોકો પૂછે છે કે રસી લેવા માટે વીડિયોગ્રાફર સાથે લઈ જવો કે હોસ્પિટલમાં મળી રહે છે.

આશા નેગીની પોસ્ટ પર અન્ય કલાકારોએ આપી પ્રતિક્રિયા
આશા નેગીની ઈન્સ્ટા પોસ્ટ પર અનિતા હંસનંદાની, સંજીદા શૈખ, રવિ દૂબે,પૂજા હેગડે, નિયા શર્મા સહિતના ટેલિવિઝન કલાકારોએ કોમેન્ટ કરી..  હજી તો ખબર નહીં, હવે શું શું જોવું પડશે અને કોણે કોણે?..  ગાયક ચેંગે કોમેન્ટ કરી કે તું દર વખતે સાચું બોલી દે છે જાનેમન... આશા નેગીના ફેન્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટસ કરી હતી. લોકોએ અંકિતા લોખંડેનું નામ ટેગ કરીને લખ્યું

અંકિતા લોખંડેએ રસી લેતા વીડિયો કર્યો હતો શેર
'પવિત્ર રિશ્તા' થી ઘર ઘરમાં જાણિતી થયેલી અભિનેત્રી અંકિતા લોખંડેએ થોડા દિવસ પહેલા રસી લેતો વીડિયો કર્યો હતો શેર... જેમાં તે રસી લેતા ડરતી જોવા મળી હતી. વેક્સીન લેતા પહેલા તે ડરે છે મોં સંતાડે છે અને ત્યારબાદ હસવા લાગે છે. અંકિતા લોખંડેની ફેમસ સિરીયલ પવિત્ર રિશ્તામાં અભિનેત્રી આશા નેગીએ પણ કામ કર્યુ હતું જેમાં તે અર્ચનાની પુત્રી બની હતી. ત્યારે આશા નેગીની આ પોસ્ટ અંકિતા લોખંડેને ટાર્ગેટ કરીને મૂકવામાં આવી હોય તેવી ચર્ચાએ ઈન્ડસ્ટ્રીની ગલીઓમાં જોર પકડ્યું છે. આશા નેગીને પવિત્ર રિશ્તા સિરીયલથી લોકપ્રિયતા મળી, તે અભિષેક બચ્ચનની ફિલ્મ 'લૂડો' માં કામ કરી ચૂકી છે. આશા નેગી બાલાજી ટેલિફિલ્મસની વેબસિરીઝ 'અભય 2' અને 'બારિશ સિઝન 2' માં જોવા મળી હતી.

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube