‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું...’ એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો

સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ ચેતી જવાની જરૂર છે કે, પોતાના સંતાનો શુ કરે છે તેના પર નજર રાખે. 

Updated By: May 13, 2021, 10:36 AM IST
‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું...’ એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો

ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ ચેતી જવાની જરૂર છે કે, પોતાના સંતાનો શુ કરે છે તેના પર નજર રાખે. 

સ્ટંટ કરતા સમયે બારણુ બંધ થયુ અને ફાંસો ગળામા લાગ્યો 
સુરતના અશ્વિન વીરડિયાનો પુત્ર મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. ગઈકાલે ઘરની બાલ્કનીમાં સ્ટંટનો વીડિયો બનાવતા સમયે તેના ગળામાં ફાંસો અટક્યો હતો અને તેનું મોત નિપજ્યુ છે. તેના માતાપિતાએ તેને વીડિયો બનાવવા બાબતે અગાઉ પણ ટોક્યો હતો. પરંતુ ગત મોડી સાંજે માતા પાડોશમાં ગયા હતા. ત્યારે બાલ્કનીમાં ખીલી પર કાપડની દોરી લટકાવી હતી. પગ બારણા પર મૂક્યો હતો. બારણુ બંધ થયુ હતુ અને મીતને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો.

આ પણ વાંચો : એપ માટે વીડિયો બનાવવાના શોખે ધોરણ-8ના વિદ્યાર્થીનો જીવ લીધો, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

પુત્ર ગુમાવનાર પિતાની લોકોને સલાહ 
ચોંકાવનારી બાબત એ છે કે, મીતે એક જ વર્ષમાં 500 થી વધુ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું...’ એવા ડાયલોગ્સ સાથે પણ મીતના વીડિયો છે. જેના પર તેના માતાપિતાએ ક્યારેય ધ્યાન ન આપ્યું. ત્યારે એકનો એક પુત્ર ગુમાવનાર પિતા અશ્વિનભાઈ કહે છે કે, મીતને એક્ટિવીટીનો બહુ જ શોખ હતો. બેટરી ભેગી કરી લાઈટ બનાવવી, સ્ટંટ કરવા, કસરત કરવી એ બધા શોખના વીડિયો તે બનાવતો. ફોનમાં ઘણી એપ્લિકેશન હતી તેમાં તે વીડિયો અપલોડ કરતો હતો. ગઈકાલે તે દૂરબીન લઈને કંઈક કરવા ગયો અને માથામાં ઈજા થઈ અન દોરી ગળામાં લટકી ગઈ. ત્રણ ચાર દિવસ પહેલા જ મેં તેને ના પાડી હતી. હાલ વેકેશ હોવાને કારણે તે ફ્રી હતો. તેથી આવા સ્ટંટ કરતો હતો. જેમના બાળકો આવા સ્ટંટ કરતા હોય તેમને મારી સલાહ છે કે, બાળકોના આવા વીડિયો જોઈએ છીએ ત્યારે સારુ લાગે છે, પણ પોતાના બાળકોનુ ધ્યાન રાખો કે આવા કોઈ સ્ટંટ ન કરે. 

આ પણ વાંચો : ‘હું સાગર બોલુ છું...’ કહીને રોમિયોએ 40 મહિલા કાઉન્સિલરોને બિભત્સ મેસેજ કર્યાં

તો એક સ્વજને કહ્યું કે, લોકોએ છોકરાઓનું ધ્યાન રાખવુ જોઈએ. તેમને એકલા ન રાખવા જોઈએ. વીડિયો બનાવતા સમયે તેમને એકલા ન છોડો. મીતને દિવાલ પર મુક્કા મારવાનો શોખ હતો. તેને મજબૂત થઈને આર્મીમાં જોડાવાના શોખ હતો. સમગ્ર સમાજ માટે સાવચેતીરૂપ કિસ્સો કહી શકાય. 

આ પણ વાંચો : તંત્રના નિયમોને ઘોળીને પી ગયા રાજકોટવાસીઓ, વેક્સીન લેવા બોગસ ટોકન બનાવ્યા

બાળકોની આ સમસ્યાને દૂર કરવા સાયકોલોજિસ્ટની સલાહ 
આમ, સુરતનો એક વિદ્યાર્થી રોજ વીડિયો બનાવતો, પણ એક વીડિયો તેના મોતનું કારણ બની ગયો. આ વિશે જાણીતા સાયકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીએ આ ઘટના વિશે કહ્યુ કે, આ કરુણ અને દુખદાયક ઘટના છે. પણ માતાપિતાએ બાળકોએ સમજવુ પડશે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું એ એક પ્રવૃત્તિ બની ગઈ છે, પણ તેની  બીજી સમસ્યા પણ છે. બાળકો સ્ક્રીન એડિક્ટેડ થઈ જાય છે. આવા બાળકો મોબાઈલથી દૂર જાય તો એગ્રિસિવ થઈ જાય છે. ડિપ્રેશનમાં આવી જાય છે. તેમનું પરર્ફોમન્સ ડાઉન થઈ જાય છે. માતાપિતાનું કમ્યુનિકેશન વીક હોય તો આ પ્રકારની ઘટનાઓ બની શકે છે. સેલ્ફ હાર્મ અને આવા અકસ્માત પણ થઈ શકે છે. તેથી માતાપિતાએ બાળકો સાથે કમ્યુનિકેશન રાખવું, જેથી બાળક શુ કરે છે તે તમને ખબર પડે. બાળક જે પણ એક્ટિવિટી કરે છે તેના પર મોનિટરિંગ કરો. મોનિટરિંગ એટલે ડિસીપ્લીન અને કડક નિયમો નથી. પણ તે શુ કરે છે તેની જાણ પોઝિટિવ વેથી રાખો. બાળક કોઈ પણ એક્ટિવિટી કરે તેની સારી અને ખરાબ બાબત બંને સમજાવો. માતાપિતા માટે હાલ લાલબત્તી સમાન કિસ્સો છે. તમામે આ શીખવાની બાબત છે. તમારા બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ. ધીરે ધીરે કલાકો ઘટાડો. તે એક પ્રકારનું એડિક્શન છે. આ આદત બદલવા બીજા ઓપ્શન ઉભા કરો.