brahmastra

Bahubali ને ટક્કર આપશે Brahmastra! Rajamouli ની આ ફિલ્મમાં એવું તો શું છેકે, જોવા ગાંડું થયું છે આખુ ગામ!

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ ફિલ્મમેકર એસએસ રાજમૌલી જે ફિલ્મની નામ સાથે જોડાય જાય ફેન્સ તેને બાહુબલી ફેક્ટરની આશા રાખવા લાગે છે. ત્યારે હવે આ નામ બોલીવુડની રણબીર-આલિયા સ્ટારર બ્રહ્માસ્ત્રની સાથે જોડાઈ ગયું છે. કેમ કે હવે દુનિયાભરમાં અયાન મુખર્જીની બિગ બજેટ, મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રને ચાર દક્ષિણી ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરાશે.

Dec 20, 2021, 09:02 AM IST

કડકડતી ઠંડીમાં બિકિની પહેરી મસ્તીના મૂડમાં Alia Bhatt, તસવીરો જોઈ તમારો પણ બની જશે મૂડ

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં તેની બે બિગ બજેટ ફિલ્મોના પ્રમોશનને લઇને ચર્ચામાં છે. હાલમાં 'આરઆરઆર' (RRR) નું ટ્રેલર અને 'બ્રહ્માસ્ત્ર' (Brhamastra) નું મોશન પોસ્ટર લોન્ચ થયું છે. આ વચ્ચે પર્સનલ લાઈફમાં આલિયા ખૂબ જ મસ્તીના મૂડમાં છે. આ વાત આલિયાએ ભલે તેના ફેન્સથી સંતાળી રાખવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ તેની ફ્રેન્ડ્સની સોશિયલ મીડિયા વોલ પર આ રાઝ બધાની સામે આવી ગયું છે. કેમ કે તેણે આલિયા સાથે પૂલમાં મસ્તી કરતી કેટલીક તસવીરો શેર કરી છે. જુઓ આ તસવીરો...

Dec 18, 2021, 12:01 PM IST

CORONA નું બ્રહ્માસ્ત્ર આવી પહોંચ્યું અમદાવાદ એરપોર્ટ, હવે કોરોનાની ખેર નથી

કોરોનાના બીજા વેવ બાદ હવે વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઇનો લાગી રહી છે. જો કે સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ સરકાર પાસે વેક્સિન નથી. તેવામાં હવે રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટીટ્યુટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનનાં ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં સીરમ ઇન્સિટ્યુટન બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો જથ્થો તબક્કાવાર રીતે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. આ જથ્થો હૈદરાબાદથી ઇન્ડિગો એરલાઇન દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. 

May 9, 2021, 08:22 PM IST

સુરતના હજીરા ખાતે બન્યું સ્વદેશી બ્રહ્માસ્ત્ર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરાવ્યું પ્રસ્થાન

  હજીરા ખાતે L&T કંપની દ્વારા આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત 88મી K-9 વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવા માટે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાહ તા. આ ઉપરાંત તેમના હસ્તે કંપની દ્વારા નિર્મિત ઇથીલિન ઓક્સાઇડ રિએક્ટરને ઓરીસાના પારદીપ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માટે પણ ફ્લેગ ઓફ આપ્યું હતું. એલ એન્ડ ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઇક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઇથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશોના બીજા ક્રમના સૌથી મોટા ડિ ઇથીલાઇઝર અને વોશ ટાવરને પણ એલએન્ડ ટી રોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

Jan 5, 2021, 12:03 AM IST

Lockdown ના કારણે અટક્યા Ranbir અને Alia ના લગ્ન, જણાવ્યું- જલદી ફરવા માંગે છે ફેરા

2019થી સમાચારોએ જોર પકડ્યું છે કે આ કપલ લગ્ન કરવાનું છે, પરંતુ હવે પહેલીવાર રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે પોતાના લગ્ન પર મોહર લગાવી છે. 

Dec 24, 2020, 05:19 PM IST

રણબીર કપૂર-આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગનો એક VIDEO ઈન્ટરનેટ પર લીક, જોવા કરો ક્લિક

બોલિવૂડ (Bollywood) નો હાર્ટથ્રોબ રણબીર કપૂર (Ranbir Kapoor) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે. 

Dec 15, 2019, 10:21 PM IST

Photos : થરથરી જવાય તેવા માઈનસ ટેમ્પરેચરમાં શુટિંગ કરી રહ્યાં છે આ કલાકારો

ફિલ્મનો એક પાર્ટ ઈઝરાયેલના તેલ અવીવમાં શુટ કરાયો છે, જ્યારે કે ફિલ્મનું મોટાભાગનું શુટિંગ બુલ્ગેરિયામાં થયું છે.

Dec 3, 2019, 03:45 PM IST

OH REALLY! આલિયા શું ખાઈને રહે છે દુબળીપાતળી અને ફિટ, જાહેર થયું Secret

આલિયા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ શરૂ કરશે

Nov 7, 2019, 03:45 PM IST

'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે જોવા મળશે શાહરૂખ ખાન!

ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકાર છે. 
 

Nov 1, 2019, 03:56 PM IST

બે અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે રણબીર-આલિયા, ફ્રાંસમાં થશે લગ્ન!

સ્પોટબોયના સમાચાર અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર બે અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કપલ ફ્રાંસમાં લગ્ન કરશે. તેમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગનું અરેજમેન્ટ માટે એપ્રોચ કરવામાં આવ્યું છે. 

Oct 24, 2019, 01:13 PM IST

માતા સાથે લંચ કરવા નીકળી આલિયા ભટ્ટ આ રીતે થઇ કેમેરામાં કેદ, જુઓ Photos...

રવિવારે આલિયા કેમેરામાં ત્યારે કેદ થઇ જ્યારે તે તેની માતા સોની રાજદાનની સાથે લંચ કરવા ઘરથી નીકળી હતી.

Aug 12, 2019, 03:14 PM IST

Viral થયો રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વીડિયો, મિત્રએ કહી આ વાત

અયાન મુખર્જીએ રણબીર કપૂરનો શિવ સેશન્સ પ્રેક્ટિસ કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે પોતાના રોલની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. 

May 8, 2019, 04:53 PM IST

આલિયા ભટ્ટનો બ્રહ્માસ્ત્ર લૂક આવ્યો સામે, અયાન મુખરજીએ ખોલ્યું મોટું સિક્રેટ

આલિયા ભટ્ટની આવનારી નવી હિન્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પહેલો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજીએ આ સાથે એક મોટું સિક્રેટ પણ ખોલ્યું છે. 

Mar 13, 2019, 11:09 AM IST

‘બ્રહ્માસ્ત્ર’ પછી શું આમિરના નવા પ્રોજેક્ટમાં હશે આલિયા અને અયાન મુખર્જી?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ સમયે ધર્મા પ્રોડક્શનની મોટા બજેટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને એક લાંબી ફિલ્મ સીરીઝનો પ્રથમ ભાગ કહેવામાં આવી રહ્યો છે.

Oct 4, 2018, 09:01 AM IST