ગે પાત્ર બાદ હવે સ્ત્રી રોગના નિષ્ણાત બનશે આયુષ્માન ખુરાના! આ અભિનેત્રી સાથે કરશે રોમાન્સ
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમમાં પ્રકાશિત સમાચાર અનુસાર આયુષ્માન ખુરાના (Ayushmann khurrana)એ પોતાના આગામી પ્રોજેક્ટને પણ સાઇન કરી લીધો છે. તે પોતાની આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની સોશિયલ કોમેડી હશે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) હાલ પોતાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન (Shubh Mangal Zyada Saavdhan)'ની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે. ફિલ્મમાં આયુષ્માને એક ગે છોકરાનું પાત્ર ભજવ્યું છે. આ પહેલાં તે એક સમયે સ્પર્મ ડોનર, આંધળા મ્યૂઝિશિયન, તો ક્યારેક લેડી કોલર તો ક્યારેક ટકલાના રૂપમાં દિલ જીતી ચૂક્યા છે. તો બીજી તરફ સમાચાર આવ્યા છે કે આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમમાં પ્રકાશિત સમાચાર અનુસાર આયુષ્માન ખુરાના (Ayushmann khurrana)એ પોતાના આગામી પ્રોજેક્ટને પણ સાઇન કરી લીધો છે. તે પોતાની આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની સોશિયલ કોમેડી હશે, જેનું નામ સ્ત્રી રોગ વિભાગ હશે. આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) જંગલી પિક્ચર સાથે હશે.
આ ફિલ્માં આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. ફરી એકવાર ફિલ્મની કહાની સોશિયલ કોમેડી હશે. પરંતુ આ ફિલ્મની વધુ એક ખાસિયત હશે તેની અભિનેત્રી, કારણ કે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) સાથે અલાયા ફર્નીચરવાલા જોવા મળશે. અલાયાએ તાજેતરમાં જ ફિલ્મ જવાની જાનેમન વડે ડેબ્યૂ કર્યું છે.
સમાચાર અનુસાર આ નવા પ્રોજેક્ટને અનુભૂતિ કશ્યપ ડાયરેક્ટ કરશે. ફિલ્મની કહાની એક ગાયનેકોલોજિસ્ટની આસપાસ ફરશે, જેના જીવનમાં અચાનક ફેરફાર આવે છે જ્યારે તે છોકરીને શરણ આપે છે. આયુષ્માન ખુરાના (Ayushmann khurrana)ને જંગલી પિક્ચર્સની સાથે ત્રીજીવાર કોલેબોરેશન કર્યું છે. આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) પહેલાં જંગલી પ્રોડક્શન હાઉસ સાથે ફિલ્મ બરેલી કી બરફી (2017) અને બધાઇ હો (2018)માં પણ કામ કરી ચૂક્યા છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ આયુષ્માનની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનની પ્રશંસા કરી હતી. તેમણે ફિલ્મને લઇને ટ્વિટ કર્યું હતું. આ પ્રશંસા બાદ આયુષ્માન ખુરાના (Ayushmann khurrana)એ પણ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે