જેઠાલાલના કારણે તારક મહેતામાં થઈ હતી બબિતાની એન્ટ્રી, સાંભળ્યો નહી હોય આ કિસ્સો
Taarak Mehta ka ooltah chashmah: ટેલિવિઝન પર આવનારી સીરિયલમાં દર્શકોની પસંદગીની સીરિયલ્સમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તેના બધા પાત્ર પોતાની શાનદાર કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. જેઠાલાલ અને દયાબેનની ખાટી-મીટી તકરારની સાથે જ જેઠા અને બબિતાજીની પ્રેમભરી વાતો પણ લોકોના ચહેરા પર સ્માઈલ લઈ આવે છે. સીરિયલમાં બબિતાજીનો રોલ કરી રહી છે મુનમુન દત્તા. ત્યારે આવો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
Trending Photos
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની ફેવરેટ કોમેડી શો છે. બધાને લાંબા સમયથી હસાવી રહેલ આ શો પોતાના પાત્રોના કારણે હંમેશાથી મજબૂત જોવા મળે છે. શોમાં આવું જ પાત્ર છે બબીતાજીનું. જેને મુનમુન દત્તા પ્લે કરે છે. બબીતાના રોલમાં મુનમુને પોતાને એવી રીતે ઢાળી લીધી છે કે હવે ફેન્સ તેને તેના સાચા નામથી ઓછા અને બબીતાજીના નામથી વધારે ઓળખે છે. પરંતુ શું તમે જાણો છે કે તારક મહેતા શોમાં બબીતાની એન્ટ્રી કેવી રીતે થઈ હતી?
તમને એ જાણીને આશ્વર્ય થશે કે જે જેઠાલાલ શોમાં બબીતાજીની સાથે ફ્લર્ટ કરતા રહે છે. હકીકતમાં તેમના જ કારણે શોમાં બબીતાવાળું પાત્ર આવી શક્યું છે. જણાવાઈ રહ્યું છે કે દિલીપ જોશીના કહેવા પર મેકર્સે તારક મહેતામાં મુનમુનને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલીપ હંમેશાથી માને છે કે મુનમુન એક શાનદાર અભિનેત્રી છે, જેને સતત તક મળવી જરૂરી છે.
આમ તો જેઠાલાલ અને બબીતાની જોડી 16 વર્ષ પહેલાં એક શોમાં સાથે જોવા મળ્યા હતા. તે સીરિય હતી હમ સબ બારાતી. તે કોમેડી શોમાં દિલીપ નાથુના રોલમાં હતા. તો મુનમુને મીઠીનો રોલ કર્યો હતો. તે સફળ શો પછી દિલીપના કહેવા પર મુનમુનને તારક મહેતામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. હવે જ્યારે આ શોને આટલા વર્ષ થઈ ચૂક્યા છે. ત્યારે એ કહેવું ખોટું નહીં હોય કે મુનમુને બબીતાના રોલની સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે.
શોની વાત કરીએ તો જેઠાલાલ અને બબીતાજીની ખાટી-મીઠી તકરાર લોકોને ઘણી પસંદ છે. એકબાજુ જેઠાલાલ તેમના પર લટ્ટુ થતા રહે છે. તો બીજી બાજુ બબીતાજી પણ તેમની સાથે મસ્તી કરતી જોવા મળે છે. પરંતુ જે મસ્તી શોમાં જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં તે સન્માનમાં બદલાઈ જાય છે. મુનમુન જણાવે છે કે ઓફ કેમેરા દિલીપ જોશીને હંમેશા સર કહીને સંબોધિત કરે છે. તે કલાકાર દિલીપનું ઘણું સન્માન કરે છે.
મોડલિંગથી કરી હતી શરૂઆત:
મુનમુન પુણેમાં રહીને મોડલિંગમાં પણ હાથ અજમાવતી હતી. મુનમુન શોમાં જેટલી સ્ટાઈલીશ જોવા મળે છે. તેટલી જ સ્ટાઈલીશ વાસ્તવિક જીવનમાં પણ છે. પુણેમાં એક ફેશન શોમાં સફળતા મળ્યા પછી તેણે 2004માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
ફિલ્મોમાં પણ કામ કર્યું છે:
મુનમુન દત્તાએ મોટા પરદા પણ પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો છે. મુનમુને ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં હાસન અને મનીષા કોઈરાલા સાથે સ્ક્રીન શેર કરી. તે ઉપરાંત 2005માં આવેલી ફિલ્મ હોલિડેમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથએ ડીનો મોરિયા અને ગુલશન ગ્રોવર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને પૂજા ભટ્ટે ડાયરેક્ટ કરી હતી.
સામાજિક કાર્યોમાં આગળ:
તે બાળ શિક્ષાનું સમર્થન કરે છે. એટલું જ નહીં તે પોતાના ઘરના કામમાં મદદ કરનારા લોકોની પુત્રીના અભ્યાસમાં મદદ કરે છે. તે સિવાય રસ્તા પર ફરતા શ્વાન એટલે સ્ટ્રીટ ડોગ માટે પણ કામ કરે છે.
કેટલી ફી લે છે:
મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ કરવા માટે દરેક એપિસોડના 35થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે. મુનમુન દત્તા અત્યંત સરળ સ્વભાવની છે. તે પોતાના ફેન્સની સાથે પ્રેમથી મળે છે. ફેન્સને ઓટોગ્રાફ આપવાનો હોય કે સેલ્ફી લેવાની હોય. મુનમુન ક્યારેય ઈનકાર કરતી નથી. તે પોતાના ફેન્સને ક્યારેય નાખુશ કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે