Bigboss હાઉસમાં અનુપ-જસલીન વચ્ચે એવું જોવા મળશે જે અત્યાર સુધી ક્યારેય નથી થયું

બે દિવસ પહેલા જ જસલીનથી નારાજ થયેલા અનુપ આજે પોતાનો ઘૂંટણ પર બેસીને તેને ગુલાબનું ફૂલ આપશે અને I Love You પણ કહેશે. આજના એપિસોડમાં અનોખો નજારો જોવા મળશે

Bigboss હાઉસમાં અનુપ-જસલીન વચ્ચે એવું જોવા મળશે જે અત્યાર સુધી ક્યારેય નથી થયું

બિગબોસના ઘરમાં અનુપ જલોટા અને જસલીન મથારુની વચ્ચે બે દિવસ પહેલા એક ટાસ્કને પગલે એવો ઝઘડો થયો હતો કે, અનુપે જસલીન સાથે પોતાનો સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. જોકે, બીજા જ દિવેસ અનુપ જસલીન સાથે મસ્તી કરતા અને પછી પ્રેમભર્યા અંદાજમાં વાત કરતા નજરે આવ્યા હતા. પરંતુ હજી પણ ટાસ્કમાં પોતાના માટે જસલીન દ્વારા કપડા અને મેકઅપની કુરબાની આપવા પર નારાજ છે. પરંતુ હવે બિગબોસ આ જોડીને રોમેન્ટિક ડેટ પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 

— COLORS (@ColorsTV) October 5, 2018

આ વખતે બિગબોસના ઘરમાં અનેક વિચિત્ર જોડીઓ આવી છે, તેમાં સૌથી અનોખી જોડી છે 65 વર્ષીય અનુપ જલોટા અને 28 વર્ષીય જસલીન મથારુની. આજના એપિસોડમાં અનુપ પોતાની ગર્લફ્રેન્ડ જસલીનની સાથે બિગબોસના ઘરમાં જ એક રોમેન્ટિક ડેટ સેલિબ્રેટ કરતા નજર આવશે. આ ડેટ પર પ્રેમભરી વાતો કરવાની સાથે અનુપ અને જસલીન રોમેન્ટિક ડાન્સ કરતા પણ નજરે આવશે.

Video: जसलीन को फिर छेड़ते नजर आए अनूप जलोटा, 'बाल कटा लेती तो भी अच्‍छी लगती'

બે દિવસ પહેલા જ જસલીનથી નારાજ થયેલા અનુપ આજે પોતાનો ઘૂંટણ પર બેસીને તેને ગુલાબનું ફૂલ આપશે અને I Love You પણ કહેશે. આજના એપિસોડમાં અનોખો નજારો જોવા મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news