પ્રેગનેન્ટ હોવા છતાં પોતાને ‘આવું’ કરતા ન રોકી શકી નેહા ધૂપિયા

પ્રેગનેન્ટ હોવા છતાં પોતાને ‘આવું’ કરતા ન રોકી શકી નેહા ધૂપિયા

સલમાન ખાનના જીજાજી આયુશ શર્માની ફિલ્મ આજે સિલ્વર સ્ક્રીન પર છવાઈ ચૂકી છે. પરંતુ તેનું એક ગીત રિલીઝ પહેલા જ બોલિવુડના સુપર સ્ટાર્સની વચ્ચે ફેમસ થઈ ગયું હતું. તેનું ડાન્સ નંબર છોગાળા તારા ગીત નવરાત્રિના થોડા દિવસ પહેલા જ ગરબાની રમઝટ બોલાવી ચૂક્યું છે. આ ગીતનું મ્યૂઝિક એવું છે કે, દરેકને નાચવા મજબૂર કરી દે છે. તેથી જ સોશિયલ મીડિયા પર લોકો આ ગીતની ચેલેન્જ એકબીજાને આપી રહ્યાં છે. બોલિવુડના અનેક સ્ટાર્સ આ ગીત પર ડાન્સ કરી ચૂક્યા છે, ત્યારે હેવ પ્રેગનેન્ટ એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ આ ગીત પર ઝૂમ્યા વગર રહી ન શકી.

A post shared by Neha Dhupia (@nehadhupia) on

તેણે સોશિયલ મીડિયા પર ગુરુવારે રાત્રે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પતિ અંગદ બેદી સાથે છોગાળા ગીત પર ડાન્સ કરી રહી છે. પરંતુ તેનો આ ડાન્સ બહુ જ મજેદાર છે. આ જોડીએ આંખના ઈશારે અને શરીરના હળવા મોમેન્ટ્સ સાથે ગીત પર ડાન્સ કરીને બતાવ્યો છે. કારણ કે, તે પ્રેગનેન્ટ હોવાથી આવા સ્ટેપ્સ આસાનીથી કરી શકે છે. અંગદનો શરારતી અંદાજ અને નેહાની અદાઓ આ વીડિયોમાં જોવા જેવી છે. 

ઉલ્લેખનીય છે કે, આ ચેલેન્જની શરૂઆત સલમાન ખાને કરી હતી. જેના બાદ તેને સૌથી પહેલા મલાઈકા અરોરા ખાને કર્યો હતો. મલાઈકા બાદ આ ચેલેન્જ જેક્લીન ફર્નાન્ડીઝે સ્વીકાર્યો હતો. આ ચેલન્જને સ્વીકારવાના લિસ્ટમાં પ્રિયંકા ચોપરા, દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પણ સામેલ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news