બોયફ્રેન્ડ માટે ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલી હિના ખાને આ શું કહી દીધુ?
હિના ખાન બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી હતી. આ શોની વિજેતા શિલ્પા શિંદે હતી.
Trending Photos
નવી દિલ્હી: બિગ બોસના ઘરમાં બોયફ્રેન્ડ માટે ધ્રુસકે ધ્રુસકે રડતી હિના ખાનને તો તમે જોઈ જ હશે.. એટલે સુધી કે તે શો છોડીને તેની સાથે જતા રહેવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ હવે બિગ બોસના ઘરમાંથી બહાર નિકળતાની સાથે જ હિના ખાને સ્પષ્ટ કરી દીધુ છે કે તે રોકી સાથે હાલ લગ્ન કરવાની નથી. હિના પોતાના આ શોમાં રોકી અંગે અનેકવાર વાતો કરતી જોવા મળી છે. આ સાથે જ શોમાં પણ બે વાર સ્પર્ધકોના સંબંધીઓને જ્યારે આવવાની તક મળી ત્યારે હિનાને મળવા માટે બંને વાર તેનો બોયફ્રેન્ડ રોકી જ ઘરમાં આવ્યો હતો. રોકીને લઈને ઘરવાળા હિનાને ચિડવતા પણ જોવા મળ્યા હતાં. પરંતુ હવે ઘરની બહાર આવતા જ જાણે હિનાના તેવર બદલાઈ ગયા છે. અને આ સંબંધને નામ આપવાની ના પાડી દીધી છે.
બિગ બોસમાં સૌથી વધુ ચર્ચામાં રહેનારા સ્પર્ધકોમાંની એક હિના ખાન હતી. ક્યારેક પોતાની કોમેન્ટ્સને લઈને તો ક્યારેક પોતે કહ્યું હોય તેના પરથી પલટી મારી દેવાને લઈને હિના અવરનવર અખબારોમાં ચમકતી રહી હતી. ઘરમાંથી બહાર નિકળ્યાં બાદ હિનાએ જ્યારે મીડિયા સાથે વાત કરી તો તેને સવાલ કરાયો કે હવે તો રોકી સાથેના તેના સંબંધો અંગે બધાને ખબર પડી ગઈ છે તો તમે લગ્ન ક્યારે કરશો? જેના પર હિનાએ જવાબ આપ્યો કે' લગ્ન તો હજુ દૂરની વાત છે, હાલ તો અમારે લાંબી મુસાફરી કરવાની છે.'
અત્રે જણાવવાનું કે હિના ખાન બિગ બોસની ફર્સ્ટ રનર અપ રહી હતી. આ શોની વિજેતા શિલ્પા શિંદે હતી. હિના ખાન ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાની ભૂમિકાથી પ્રખ્યાત થઈ છે. 8 વર્ષ આ શો સાથે જોડાયેલા રહ્યાં બાદ હિનાએ તેને અલવિદા કહી દીધી. બિગ બોસ પહેલા તે કલર્સના રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે