સલમાનને બેલ મળશે કે જેલમાં જ રહેશે? થોડીવારમાં આવશે ચુકાદો

કોર્ટમાં સલમાન ખાનનો કેસ 15માં નંબર પર લિસ્ટેડ છે. મામલાની સુનાવણી પહેલા જજ રવિન્દ્રકુમાર જોશી અને સલમાનને સજા સંભળાવનારા સીજેએમ દેવકુમાર ખત્રી વચ્ચે ચેમ્બરમાં વાતચીત પણ થઈ. લગભગ 10 વાગ્યે સલમાનની બહેન અલવીરા, અર્પિતા અને તેનો બોડીગાર્ડ શેરા કોર્ટ પહોંચ્યાં.

સલમાનને બેલ મળશે કે જેલમાં જ રહેશે? થોડીવારમાં આવશે ચુકાદો

નવી દિલ્હી: કાળિયારના શિકાર મામલે 5 વર્ષની સજા થયા બાદ સલમાન ખાન દ્વારા જોધપુરની સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર જિલ્લા અને સેશન ન્યાયાધીશ રવિન્દ્રકુમાર જોશીએ  આ મામલે સુનાવણી હાથ ધરી અને ચુકાદો લંચ બાદ બપોરે 2 વાગે આવશે તેવું કહેવાય છે. કોર્ટમાં સલમાન ખાનનો કેસ 15માં નંબર પર લિસ્ટેડ છે. મામલાની સુનાવણી પહેલા જજ રવિન્દ્રકુમાર જોશી અને સલમાનને સજા સંભળાવનારા સીજેએમ દેવકુમાર ખત્રી વચ્ચે ચેમ્બરમાં વાતચીત પણ થઈ. લગભગ 10 વાગ્યે સલમાનની બહેન અલવીરા, અર્પિતા અને તેનો બોડીગાર્ડ શેરા કોર્ટ પહોંચ્યાં. તેમના કોર્ટ પહોંચવા દરમિયાન જ્યારે મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા તો સલમાનના બોડીગાર્ડે તેમની સાથે ધક્કામુક્કી કરી.

આ મામલે સુનાવણી આજે સવારે 10.30 વાગે શરૂ થઈ હતી. સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલ બોરા અને હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં દલીલ કરી કે સલમાન ખાન નિર્દોષ છે અને તેને ખોટો ફસાવવામાં આવ્યો છે. આ સાથે જ સલમાનના આર્મ્સ એક્ટમાં છૂટી જવાનો પણ હવાલો આપ્યો. સલમાનના વકીલો તરફથી દલીલ કરવામાં આવી કે સલમાન દરેક સુનાવણી પર કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમને અનેક કેસોમાં જામીન પણ મળ્યાં છે અને તેમણે ક્યારેય જામીનનો દુરઉપયોગ કર્યો નથી.

— ANI (@ANI) April 7, 2018

આ અગાઉ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા શુક્રવારે 140થી વધુ જજોની બદલી કરાઈ. જેમાં સલમાનને  પાંચ વર્ષની જેલની સજા સંભળાવનાર જજ અને તેમની જામીન અરજી પર સુનાવણી કરનારા જજ જોશી પણ સામેલ છે. નોંધનીય છે કે શુક્રવારે સલમાન તરફથી તેના વકીલે સજા વિરુદ્ધ અને જામીન માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે દલીલો પૂરી થયા બાદ બંને કેસોમાં ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો.

— ANI (@ANI) April 7, 2018

સલમાનને થઈ છે પાંચ વર્ષની સજા
અત્રે જણાવવાનું કે જોધપુર કોર્ટે ગુરુવારે બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનને કાળિયારના શિકાર મામલે સજા સંભળાવી હતી. સીજીએમ દેવકુમાર ખત્રીએ આ મામલે ચુકાદો આપતા સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી. આ સાથે 10000નો દંડ પણ ફટકાર્યો હતો. સલમાન ખાન તરફથી સજા વિરુદ્ધ અને જામીન માટે અરજી દાખલ કરાઈ હતી જેના પર જજ રવિન્દ્રકુમાર જોશીએ સુનાવણી હાથ ધરી હતી. તેમણે પોતાનો ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો. મોટા સ્તરના જજોની થયેલી બદલીમાં આ બે જજોના નામ પણ સામેલ છે.

સલમાનના વકીલોએ જલદી સુનાવણીની માગણી કરી
સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જોધપુર સેશન કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોશીની બદલી બાદ એવી શક્યતા છે કે સલમાનની જામીન અરજી પર સુનાવણીમાં મોડુ થઈ શકે છે. જો કે પ્રક્રિયા મુજબ જજની બદલીની પ્રક્રિયામાં સાત દિવસ લાગે છે એટલે કે બીજા જજ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જજને સાત દિવસનો સમય હોય છે. ત્યાં સુધી તેઓ પદ પર રહે છે. આમ સલમાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જજ રવિન્દરકુમાર જોશી હજુ પણ આ કેસની સુનાવણી કરશે. કારણ કે હજુ સુધી તેઓ જોધપુર કોર્ટથી કાર્યમુક્ત થયા નથી. સલમાનના વકીલોએ આ મામલે જલદી સુનાવણીની માગણી કરી છે.

આ કેસમાં સલમાન ખાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે  તથા જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પણ આરોપી હતાં. કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને નિર્દોષ છોડી મૂક્યાં. જ્યારે સલમાન ખાનને દોષિત ઠેરવ્યો.

શું છે કાળિયાર કેસ?
એવો આરોપ છે કે હમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન પહેલી અને બીજી ઓક્ટોબર 1998ના રોજ મોડી રાતે સલમાન ખાને જોધપુરના લૂણી થાણા વિસ્તારના કાંકાણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે જિપ્સીમાં ફિલ્મના સહકલાકાર સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે તથા સ્થાનિક રહીશ દુષ્યંત સિંહ પણ હતાં. સાક્ષીઓએ
 કોર્ટમાં જણાવ્યું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો તે સમયે આ બધા આરોપી જિપ્સીમાં તેની સાથે હતાં. ફાયરિંગનો અવાજ સાંભળીને ગામવાળા ભેગા થઈ ગયા હતાં. ગ્રામિણોના આવતા જ સલમાન કાર લઈને ભાગી ગયો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news