VIDEO: રેડલાઈટ વિસ્તારમાં જવા માંગતા ચીની એન્જિનિયરોનો ઉત્પાત, PAK પોલીસની કરી ધોલાઈ
પાકિસ્તાનમાં પોતાની પહોંચ વધારવામાં લાગેલું ચીન હાલ પાકિસ્તાન ચીન આર્થિક કોરિડોર (સીપેક) પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પ્રોજેક્ટ પર કામ કરવાના મામલે ચીનના એન્જિનિયર્સ અને અનેક સ્ટાફ પાકિસ્તાનમાં જ રહે છે.
- પાકિસ્તાનમાં સીપેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે ચાઇનીઝ એન્જિનિયર્સ
- સિક્યોરિટી વગર ક્યાંય જઈ શકે નહીં એન્જિન્યર્સ-પોલીસ
- સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે પોલીસની પીટાઈનો વીડિયો
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનમાં પોતાની પહોંચ વધારવામાં લાગેલું ચીન હાલ પાકિસ્તાન ચીન આર્થિક કોરિડોર (સીપેક) પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પ્રોજેક્ટ પર કામ કરવાના મામલે ચીનના એન્જિનિયર્સ અને અનેક સ્ટાફ પાકિસ્તાનમાં જ રહે છે. આ દરમિયાન હાલ પાકિસ્તાનથી એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે વીડિયોમાં જે લોકો પીટાઈ કરી રહ્યા છે તે ચીનના એન્જિનિયર્સ અને સ્ટાફ છે અને જે માર ખાઈ રહ્યા છે તે પાકિસ્તાન પોલીસના જવાન છે. આ દરમિયાન ત્યાં તમાશો જોવા માટે ખુબ લોકો ઉમટી પડ્યા હતાં.
સુરક્ષા વગર કેમ્પસ છોડીને ન જઈ શકે ચાઇનીઝ અધિકારીઓ
બહાવલપુરથી ફૈસલાબાદ સુધી જનારા એમ4 મોટરવેના નિર્માણમાં લાગેલા ચીની એન્જિનિયર્સને પાકિસ્તાન પ્રશાસન તરફથી નિર્દેશ આપવામાં આવ્યાં છે કે તેઓ સિક્યોરિટી વગર ક્યાં ન જાય. આ વાતને લઈને ગત દિવસોમાં પાકિસ્તાનના પોલીસકર્મીઓ અને ચીની એન્જિનિયર્સ વચ્ચે વિવાદ થઈ ગયો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ પાકિસ્તાન પોલીસના જવાનોએ જ્યારે ચાઇનીઝ એન્જિનિયર્સને બહાર જવાની ના પાડી તો તેઓ આક્રમક બની ગયા અને મારવાનું શરૂ કરી દીધુ.
રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ચીની એન્જિનિયર્સ અને અન્ય અધિકારીઓને ખાનેવાલ સ્થિત તેમનું કેમ્પસ છોડવાની ના પાડવામાં આવી છે. આથી પોલીસના જવાનો તેમને ત્યાંથી લઈ જવા માંગતા હતાં.
રેડલાઈટ વિસ્તારમાં જવા માંગતા હતાં એન્જિનયરો
રિપોર્ટ્સ મુજબ 3 એપ્રિલના રોજ ચીની એન્જિનિયર્સ અને અન્ય અધિકારીઓ રેડ લાઈટ વિસ્તારમાં જવા માંગતા હતાં. પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેમને ના પાડી દીધી. વિવાદ થયા બાદ ચીની એન્જિનિયરોએ કન્સ્ટ્રક્શન કેમ્પમાં સ્થિત પોલીસ કેમ્પનો પાવર સપ્લાય બંધ કરી દીધો. ત્યારબાદ 4 એપ્રિલના રોજ જ્યારે એન્જિનિયર્સ કામ કરવા નિકળ્યાં તો તેમણે ભારે મશીનોને રસ્તામાં જ છોડી દીધા અને પોલીસ કેમ્પ પર હુમલો કર્યો.
પંજાબના મુખ્યમંત્રી શાહબાજને લખ્યો પત્ર
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એન્જિનિયર્સે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ ખાનને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પોલીસ અધિકારીઓએ તેમને જતા રોક્યા અને પછી તેમના પર હુમલો કર્યો. ચીની નાગરિકો અને પાકિસ્તાનના પોલીસ અધિકારીઓ વચ્ચે આ કોઈ પહેલીવાર ઝડપ થઈ હોય તેવું નથી. આ અગાઉ 2016માં પાકિસ્તાન પોલીસ અને ચીની મજૂરો વચ્ચે ઝગડો થયો હતો. રિપોર્ટ્સ મુજબ મજૂર તે સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર જ રોકાઈ જવા માટે અડી ગયા હતાં પરંતુ પોલીસ સુરક્ષા કારણોસર તેમને એમ કરતા રોકી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે