આ સિંધી છોકરી લાખો દિલો પર કરે છે રાજ! જુઓ કામણગારી કિયારાનો કાતિલ અંદાજ
એક સમયે આ અભિનેત્રીને એક્ટિંગ માટે પિતાએ ના પાડી હતી, આજે ફેન્સના દિલોમાં કરે છે રાજ.
Trending Photos
નવી દિલ્લીઃ જેણે ક્યારે ધોનીની સાકશી બનીને લોકોના દિલ જીત્યા તો ક્યારે તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત સોન્ગ પર ડાન્સ કરી સૌ કોઈને ગાંડા કર્યા. ત્યારે, આજે તેના જન્મદિવસે અમે બોલીવૂડની આ ક્યૂટ બેબની લાઈફસ્ટોફી વિશે તમને જણાવવા જઈ રહ્યા છે. કિયારાના પિતા નહોતા ઈચ્છતા કે તેમની દિકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે. પણ ફિલ્મ 3 ઈડયટ્સ જોયા બાદ તેના પિતાએ તેને એક્ટ્રેસ બનવાની પરવાનગી આપી. અને ફિલ્મ લસ્ટ સ્ટોરીએ બદલી નાખી કિયારાની કિસ્મત. કિયારા આડવાણીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ જગદીપ આડવાણી છે, જે એક ઉદ્યોગી છે. જ્યારે, કિયારીની માતા જીનેવેવ જાફરી એક સ્કૂલ ટીચર છે. કિયારાએ પોતાનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો છે અને તે અનુપણ ખેરની એક્ટિંગ એકેડમીની સ્ટૂડન્ટ રહી ચુકી છે.
કિયારા જ્યારે 2 વર્ષની હતી ત્યારે, પ્રથમ વખતે તે ટીવી સ્ક્રિન પર આવી. કિયારા પોતાની માતા સાથે વિપ્રરો બેબી સોફ્ટ સોફ્ટની જાહેરાતમાં આવી હતી. જેમ જેમ કિયારા મોટી થવા લાગી તેમ તેમ અભિનેત્રી બનવાનું સપનું તેનું મોટું થવા લાગ્યું. જ્યારે, પણ કિયારા ટીવી પર માધૂરી કે શ્રીદેવીને ડાન્સ કરતા જોતી તે પણ મનોમન વિચારતી કે તેણે પણ આવું જ બનવું છે.
ભલે કિયારા હાલમાં બોલીવૂડમાં આવી હોય પણ તેના પરિવારના સંબંધો બોલીવૂડ સાથે પહેલાંથી જ જોડાયેલા છે. દિગ્ગજ ફિલ્મ અભિનેતા અશોક કુમાર તેના સ્ટેપ ગ્રાન્ડફાધર હતા. જ્યારે, અભિનેતા સઈદ જાફરી કિયારાના રિલેટીવ છે. સલમાનનું પણ કિયારાના પરિવાર સાથે સારું એવું બોન્ડિંગ છે. સલમાન ખાન કિયારાની માતાના બાળપણના મિત્ર હતા. કિયારા જ્યારે ફિલ્મ ફુગલીમાં ડેબ્યુ કરવાની હતી. ત્યારે, સલમાને તેને તેનું નામ બદલવાની સલાહ આપી હતી. તમે નહીં જાણતા હોવ કે કિયારાનું અસલી નામ આલિયા આડવાણી છે. અને આ રીતે કિયારાની બોલીવૂડમાં એન્ટ્રી થઈ હતી. જોકે આ ફિલ્મથી કિયારા કઈ વધારે ફેમસ ન થઈ. લેકિન લોકોને તેની ફિલ્મમાં એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી.
જે બાદ કિયારાને એમ. એસ. ધોની- થ અનતોલ્ડ સ્ટોરીમાં તેને ઓડિશનનો મોકો મળ્યો હતો. કિયારા ધોની ગલફ્રેન્ડ પ્રિયંકા અને પત્ની સાકશીના રોલ માટે ઓડિશન આપ્યું હતું. જેમાં, તેને સાકશીના રોલ માટે પસંદગી થઈ હતી. આ ફિલ્મ બોક્સોઓફિસ પર હિટ રહી અને અહીંથી શરૂ થયો કિયારાનો ગોલ્ડન ટાઈમ.
કિયારાએ ત્યારબાદ, ટાઈમ મશીન, લસ્ટ સ્ટોરીઝ, કલંક, કબીર સિંહ, ગૂડ ન્યૂઝ, ગીલ્ટી, લક્ષ્મી, ઈન્દૂ કી જવાની, શેરશાહ, ભૂલ ભુલૈયા-2માં જોવા મળી હતી. જ્યારે, કિયારાની લાસ્ટ ફિલ્મ વરૂણ ધવન સાથે જુગજુગ જિયો હતી. ન માત્ર બોલીવૂડ પણ કિયારા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં, ભારત અને નેનું, વિનાયા વિધેય રામા, કિયારાને અત્યારસુધીમાં 1 IIFA એવોર્ડ મળ્યો છે. જે ગુડ ન્યુઝ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો હતો. કિયારા આજે ઉભરતા સ્ટાર્સની લિસ્ટમાં છે. જેમણે થોડા ઓછા સમયમાં પોતાની અલગ ઓળખાણ બનાવી હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે