VIDEO: ચિરંજીવીએ કહ્યું કે સાચી પણ વણકહેલી છે ''સૈય રા નરસિમ્હા રેડ્ડી''ની કહાણી
તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરે બધા વચ્ચે ઉત્સુકતા પેદા કરી દીધી છે. ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ ખૂબ ધમાકેદાર છે, જેના લીધે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.
Trending Photos
મુંબઇ: ''સૈયા રા નરસિમ્હા રેડ્ડી''ની કહાણી એકદમ અદભૂત છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરે બધા વચ્ચે ઉત્સુકતા પેદા કરી દીધી છે. ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ ખૂબ ધમાકેદાર છે, જેના લીધે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.
ભારતના 1857 ના સ્વતંત્રતા સંગ્રામ પહેલાં યુદ્ધ પહેલાં લગભગ 30 વર્ષ પહેલાં સ્થાપિત, 'સૈય રા નરસિમ્હા રેડ્ડી'' એક સ્વતંત્રતા સેનાની ઉય્યલાવડા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેમણે અંગ્રેજો વિરૂદ્ધ વિદ્વોહ કર્યો હતો. નરસિમ્હા રેડ્ડી પહેલાં ભારતીય સેનાની હતા જેમણે અંગ્રોજો વિરૂદ્ધ લડાઇ લડી હતી પરંતુ મોટાભાગ લોકો તેમની આ જાબાંજ કહાની વિશે જાણતા નથી જેથી હવે ફિલ્મ ''સઇ રા નરસિમ્હા રેડ્ડી'' દ્વારા દર્શકોની સમક્ષ રજૂ કરવામાં આવશે.
ફિલ્મના મુખ્ય હીરો ચિરંજીવીના દેશના આ હીરો વિશે વાત કરતાં શેર કર્યું, ''અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકોમાં તે મહા નાયકો વિશે ભણતા આવ્યા છીએ જેમણે આઝાદી માટે અંગ્રેજો વિરૂદ્ધ લડાઇ લડી હતી, પરંતુ આ કહાનીનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નથી. આ કહાની વિશે કોઇ જાણતું નથી. આ કહાનીમાં એક કોમર્શિયલ ફિલ્મ માટે બધા જરૂરી ઇમોશન્સ છે અને આ વાત મને આકર્ષે છે.''
તો બીજી તરફ લક્ષ્મીનું પાત્ર ભજવનાર તમન્ના ભાટિયા કહે છે, સૈય રા એક એવી કહાની છે જેના વિશે લોકોએ જાણવું જોઇએ. એક એવો નાયક જેને લોકો જાણતા નથી અને આપણે આઝાદી લડાઇ વિશે જાણવું જોઇએ જે આપણે લડી હતી.
તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તેમાં તે વણકહેલા નાયક નરસિમ્હા રેડ્ડીની કહાની બતાવવામાં આવી છે, જેણે બ્રિટિશોની સાથે પોતાની પહેલી લડાઇ લડીને ભારતમાં બ્રિટીશ શાસકો દરમિયાન એક મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે