અમદાવાદ : બિલ્ડરનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માંગવા આવેલા 3 પકડાયા

અમદાવાદના બિલ્ડરના અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. પોલીસે 50 લાખની ખંડણી સ્વીકારવા આવેલા 3 આરોપીને પકડી લીધા હતા.

અમદાવાદ : બિલ્ડરનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માંગવા આવેલા 3 પકડાયા

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ આનંદનગર વિસ્તારમાંથી એક બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણ લવરમુછીયાઓએ બિલ્ડર પ્રતિક પટેલનું અપહરણ કરી પરિવારજન પાસે પચાસ લાખની ખંડણી માંગી કરી હતી. જોકે પરિવારજનોએ  પ્રતિક પટેલનાં ગુમ થઈ જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડરને અપહરણ કર્તાઓની ચુંગલ માંથી છોડાવ્યો હતો.

કહેવાય છે ને પહેલો સગો પાડોશી જ હોય છે તેવી જ રીતે પહેલો દુશમન પણ પાડોશી જ હોય છે. તમારી આસપાસમાં રહેતા લોકો જ તમારી સૌથી વધુ જાણકારી રાખતા હોય છે અને સમય આવે તેનો ફાયદો પણ ઉઠાવી લેતા ખચકાતા નથી. આવો બનાવ અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં એક બિલ્ડર સાથે બન્યો. અને શોર્ટકટથી રૂપિયા કમાઈ લેવા એક બિલ્ડરનું અપહરણ કરી પરિવારજનો પાસે 50 લાખની ખંડણી પણ માંગી હતી. જોકે પોલીસને બિલ્ડર પ્રતિક પટેલ ગુમ થયાની ફરિયાદ મળતા જ હરકતમાં આવી ગઈ હતી. અને ગણતરીનાં કલાકોમાં જ અપહરણ કર્તા ઓને ઝડપી લીધા હતા. 

આ ત્રણેય આરોપીઓ માંથી આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ નામનો આરોપી બિલ્ડર પ્રતિક ભાઈની સોસાયટીમાંજ રહે છે. અને તેમની તમામ ગતિવિધિઓથી જાણકાર હોવાથી મિત્રો સાથે અપહરણની ઘટનાને અંજામ આપવા માસ્ટર પ્લાન બનાવ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ,સાગર ઈશ્વરભાઈ રબારી અને કૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ નામનાં ત્રણેય અપહરણકર્તા ઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ત્યારે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે. ઝડપાયેલા બે આરોપીઓ તો કોલેજમાં અભ્યાસ કરે છે અને એક આરોપી ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. પરંતુ રૂપિયાની લાલચ અને આર્થિક પરિસ્થિતિના લીધે અપહરણ કરવા જેવા ગુનાને અંજામ આપ્યો હતો. હાલ બિલ્ડરને અપહરણ કર્તા ઓની ચુંગાલ માંથી પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરાવતા પરિવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.
 

આરોપીઓના નામ :

  • સાહિલ ઉર્ફે કુણાલ જયેશભાઇ દેસાઈ 
  • સાગર ઈશ્વરભાઈ રબારી
  • પૌમિલ પ્રગ્નેશભાઈ પટેલ

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news