કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે બનાવ્યો મેગા પ્લાન

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે સરકારે રાજ્યના વિકાસને લઇને મોટો પ્લાન બનાવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાશ્મીરમાં પર્યટન વધારવા માટે કેન્દ્ર સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે બનાવ્યો મેગા પ્લાન

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે સરકારે રાજ્યના વિકાસને લઇને મોટો પ્લાન બનાવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાશ્મીરમાં પર્યટન વધારવા માટે કેન્દ્ર સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી મહિને પર્યટન મંત્રાલયનું પ્રતિનિધિમંડળ રાજ્યની મુલાકાત લેશે. પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ અને તેમની ટીમ પહેલા લેહ જશે અને ત્યારબાદ વેલીની યાત્રા કરશે. તે દરમિયાન જે જગ્યાઓની પસંદગી કરવામાં આવશે જ્યાં પર્યટનને બૂસ્ટ કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરમાં પર્યટકોને વધારવા માટે પહેલા જ પર્યટન મંત્રાલયની ભલામણ પર હિમાલયના 137 પર્વત શિખરોને ગૃહ અને રક્ષા મંત્રાલય મંજૂરી આપી ચુક્યું છે. તેમાં કાશ્મીરના પર્વત શિખરો પણ સામેલ છે. આ પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકાર રાજ્યના ટૂરિસ્ટ ગાઇડને ઉચ્ચસ્તરીય પ્રશિક્ષણ ઉપલબ્ધ કરવાશે. આ સાથે જ રાજ્યમાં ટૂરિસ્ટોને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news