પાકમાં પરફોર્મ કરવું મીકાને પડ્યું ભારે, સિને વર્કર્સ એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

એઆઈસીડબ્લ્યૂના અધ્યક્ષ સુરેષ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું કે, અમે તે પણ જોશું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ મીકાની સાથે કામ ન કરે.
 

પાકમાં પરફોર્મ કરવું મીકાને પડ્યું ભારે, સિને વર્કર્સ એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

મુંબઈઃ કલમ 370ના મુદ્દા પર ભારત અને પાકિસ્તાનના સંબંધમાં આવેલા તણાવ વચ્ચે સિંગર મીકા સિંહ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મંગળવારે મીકા વિરુદ્ધ કાર્યવાહી કરતા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની સાથે જોડાયેલા પ્રોડક્શન હાઉસ, મ્યૂઝિક કંપની અને તેના તમામ એસોસિએશનનો બહિષ્કાર કર્યો છે. 

એઆઈસીડબ્લ્યૂના અધ્યક્ષ સુરેષ શ્મામલાલ ગુપ્તાએ કહ્યું કે, અમે તે પણ જોશું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ મીકાની સાથે કામ ન કરે. આ પ્રતિબંધ બાદ કોઈપણ તેની સાથે કામ કરશે તો તેણે પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. જ્યારે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે, તેવામાં મીકાએ દેશથી વધુ પૈસાને મહત્વ આપ્યું. આ વાત યોગ્ય નથી. 

— Sumit kadel (@SumitkadeI) August 13, 2019

મીકાએ કરાચીમાં કર્યો હતો કાર્યક્રમ
મીકાએ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નજીકના અને કરાચીના અબજોપતિના પુત્રીના લગ્નમાં કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ 8 ઓગસ્ટે યોજાયો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. તેના પર ભારતીય યૂઝરોએ મીકાને ટ્રોલ કર્યો હતો. ટ્વીટર પર યૂઝરોએ લખ્યું, 'શર્મ કરો', 'આ દિવસો આવી ગયા?', 'પાજી તમે પણ ગદ્દાર નિકળ્યા.' જેવી કોમેન્ટો લખવામાં આવી હતી. 

પાકિસ્તાનમાં પણ મીકાના કાર્યક્રમનો વિરોધ
મીકાના કાર્યક્રમનો પાકિસ્તાનમાં પણ વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષના નેતા પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે, સરકાર તપાસ કરે કે મીકાને વીઝા કેમ મળ્યા. પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે પણ મીકાના વીડિયોને શેર કર્યો છે. તેણે લખ્યું, 'જોઈને ખુશ છું કે હાલમાં કરાચીમાં મીકા સિંહે જનરલ મુશર્રફના સંબંધીને ત્યાં મહેંદીની વિધિમાં પરફોર્મ કર્યું. જો આ વાત નવાઝ શરીફના સંબંધીને ત્યાં હોત તો ગદ્દારીના હેશટેગ ચાલી રહ્યાં હોત.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news