વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત, કાશ્મીર પરત મોકલાયા

અટકમાં લીધા પછી શાહ ફૈસલને દિલ્હીથી કાશ્મીર પાછા મોકલી દેવાયા છે. આ સાથે જ શાહ ફૈસલને તેમના ઘરમાં નજરકેદ કરી લેવાયા છે. 

વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત, કાશ્મીર પરત મોકલાયા

નવી દિલ્હીઃ પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફૈસલને બુધવારે પોલિસે દિલ્હી એરપોર્ટ પર અટકમાં લઈ લીધા છે. એવું કહેવાય છે કે, શાહ ફૈસલ વિદેશ જઈ રહ્યો હતો. અટકમાં લીધા પછી શાહ ફૈસલને દિલ્હીથી કાશ્મીર પાછા મોકલી દેવાયા છે. આ સાથે જ શાહ ફૈસલને તેમના ઘરમાં નજરકેદ કરી લેવાયા છે. 

કેન્દ્ર સરકારે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે શાહ ફૈસલ સતત વિવાદિત નિવેદન આપતા હતા. બુધવારે પણ તેમણે કહ્યું હતું કે, આપણી સામે બે જ માર્ગ છે, કાશ્મીર કઠપુતળી બને કે પછી અલગતાવાદી. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શાહ ફૈસલે જણાવ્યું હતું કે, રાજકીય અધિકારોને ફરીથી પાછા મેળવવા માટે કાશ્મીરને લાંબા, નિરંતર અને અહિંસક રાજકીય આંદોલનની જરૂર છે. 

શાહ ફૈસલે ઈદ-ઉલ-અદ્હા (બકરી ઈદ) પ્રસંગે પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં ઈદ ઉજવાઈ નથી. આખી દુનિયામાં કાશ્મીરના લોકો પોતાની જમીનને ખોટી રીતે ભારતમાં સામેલ કરવા સામે રડી રહ્યા છે. અમારે ત્યાં ત્યાં સુધી ઈદ નહીં ઉજવાય જ્યાં સુધી 1947થી મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો અમને પાછો આપવામાં નહીં આવે. 

કેન્દ્ર સરકારે જ્યારે કલમ-370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ શાહ ફૈસલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં હાહાકાર મચેલો છે. તેમણે કહ્યું હતું કે, દરેક જણ નારાજ છે. દરેકના ચહેરા પર પરાજયનો ભાવ દેખાઈ રહ્યો છે. ઈતિહાસે આપણા સૌ માટે એક ભયાનક વળાંક લીધો છે. લોકો સ્તબ્ધ છે. 

દેશ-વિદેશના સમાચાર માટે જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news