હૈદ્રાબાદમાં દીપિકા પાદુકોણની વધી Heart Beat, સારવાર માટે પહોંચી હોસ્પિટલ
દિપીકા પાદુકોણના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. હૈદ્રાબાદમાં ફિલ્મ શૂટીંગ માટે પહોંચેલી દીપિકા પાદુકોણના હદયના ધબકારા વધી ગયા છે, ત્યારબાદ સારવાર માટે તેને હોસ્પિટલ જવું પડ્યું. દીપિકા પાદુકો આ સમસ્યાની સારવાર માટે હૈદ્રાબાદના કમિનેની હોસ્પિટલ પહોંચી હતી.
Trending Photos
Deepika Padukone at Kamineni Hospital: દિપીકા પાદુકોણના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. હૈદ્રાબાદમાં ફિલ્મ શૂટીંગ માટે પહોંચેલી દીપિકા પાદુકોણના હદયના ધબકારા વધી ગયા છે, ત્યારબાદ સારવાર માટે તેને હોસ્પિટલ જવું પડ્યું. દીપિકા પાદુકો આ સમસ્યાની સારવાર માટે હૈદ્રાબાદના કમિનેની હોસ્પિટલ પહોંચી હતી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર સારવાર બાદ તે પોતાની હોટલ પહોંચી ગઇ છે. જ્યાં તેમને ઓબર્જવેશનમાં રાખવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ હાર્ટ બીટ વધવાની ફરિયાદ કરવા લાગી ત્યારબાદ તેણે ઉતાવળમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. તે હૈદ્રાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી જ્યાં તેમનું ચેકઅપ કર્યું હતું. અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હોટલમાં આરામ કરી રહી છે અને ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
તો બીજી તરફ સાઉથના દરેક સમાચાર પર નખર રાખનાર મનોબાલા વિજયબાલને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે દીપિકા હવે ઠીક છે અને પ્રોજેક્ટના શૂટિંગ પર પરત ફરી આવી છે. અત્યાર સુધી દીપિકા અથવા દીપિકાની પીઆર ટીમ તરફથી આમ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સના અનુસાર હાલ દીપિકા આરામ કરી રહી છે.
#DeepikaPadukone is now perfectly fine and back to the sets of #ProjectK.
— Manobala Vijayabalan (@ManobalaV) June 14, 2022
દીપિકા હાલમાં કાંસ ફેસ્ટિવલને લઇને ખૂબ ચર્ચામાં હતી. આ ફેસ્ટિવલમાં જ્યૂરી મેંમબર તરીકે તેમને ભાગ લીધો હતો જે ગર્વની બાબત છે. દુનિયાભરમાં તેમના ડ્રેસિંગ સેન્સની ખૂબ ચર્ચા થઇ રહી છે. ફ્રાંસમાં આયોજિત કાંસ ફેસ્ટિવલ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ત્યાં દેશને 'કંટ્રી ઓફ ઓનર' નો દરજ્જો મળ્યો. જ્યૂરી મેંબર તરીકે સામેલ થવાને ઉપલબ્ધિ દીપિકાએ પોતાની નહી પરંતુ દેશની જીત ગણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે