રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી', દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ લગાવવાની જનહિત અરજી ફગાવી
દિલ્હી હાઈકોર્ટે પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી એક અરજીને નકારી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજીને નકારી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન તથા ન્યાયમૂર્તિ અનૂપ જયરામ ભામભાનીની પીઠે વકીલ સુજીત કુમાર સિંહ દ્વારા લેખિત અરજીને નકારી દીધી છે. અરજીકર્તાએ આદર્શ આચાર સંહિતા લાગૂ થવાના આધાર પર ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રિલીઝ થયેલા ફિલ્મના ગીત અને ટ્રેલર સામે આવતા વાયરલ થઈ ગયા હતા. જેને જોઈને અંદાજ લગાવી શકાય કે, ઘણા લોકો આ ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં હવે ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર થાય તો સંભવ છે કે લોકસભા ચૂંટણી બાદ જ ફિલ્મ દર્શકોની સામે આવી શકે.
મહત્વનું છે કે, આ ફિલ્મમાં વિવેદ ઓબેરાયે ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. તો અમિત શાહની ભૂમિકામાં અભિનેતા મનોજ જોશી છે. આ સાથે દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વબાહ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરાય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ ફિલ્મના નિર્માતાઓમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે