ઈલિયાનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ, એક તસવીરથી થયો મોટો ઘટસ્ફોટ

અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે તેના ફેન્સને મોટો આંચકો આપ્યો છે. 

ઈલિયાનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ, એક તસવીરથી થયો મોટો ઘટસ્ફોટ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં જ ઈટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા. તેના લગ્ન 11 ડિસેમ્બરે થયા પરંતુ અધિકૃત જાણકારી લગ્ન બાદ બધાને કરવામાં આવી. હવે અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે તેના ફેન્સને મોટો આંચકો આપ્યો છે. વાત જાણે એમ છે કે ઈલિયાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ફેવરેટ ટાઈમ ઓફ ધ યર, તેની આગળ લખ્યું છે કે ફોટો બાય હબ્બી અને સાથે તેણે પોતાના કથિત બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ કીબોનને પણ પોસ્ટમાં ટેગ કર્યો છે. 

અત્રે જણાવવાનું કે ઈલિયાના છાશવારે સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ પર્સનલ લાઈફ અંગે ક્યારેય કોઈ વાત કરતી નથી. તસવીરની વાત કરીએ તો તેમાં ઈલિયાના ક્રિસમસ ટ્રી સજાતી જોવા મળી રહી છે. 

જો કે આ અંગે ઈલિયાના તરફથી હજુ કશું કહેવામાં આવ્યું નથી. પરંતુ આમ છતાં તસવીરમાં હબ્બી શબ્દનો ઉલ્લેખ એક મોટો કોયડો બની ગયો છે. તેના ફેન્સ પણ હવે આ સવાલનો જવાબ માંગે છે કે તેણે લગ્ન કરી લીધા છે કે પછી તે જલદી કરવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે ઈલિયાના બોલિવૂડની સાથે સાથે અનેક તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news