સાવધાન..31 ડિસેમ્બરથી મોબાઈલમાં WhatsApp થઈ જશે બંધ

ફેસબુકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વોટ્સએપ 31મી ડિસેમ્બરે અનેક પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે

સાવધાન..31 ડિસેમ્બરથી મોબાઈલમાં WhatsApp થઈ જશે બંધ

નવી દિલ્હી: ફેસબુકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વોટ્સએપ 31મી ડિસેમ્બરે અનેક પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ આ અંગે પુષ્ટિ કરી છે. એકપ્રેસ ડોટ કો ડોટ યુકે પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ મેસેજિંગ એપ 31 ડિસેમ્બર 2017થી બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, વિન્ડોઝ ફોન 8.0 અને અન્ય જૂના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે નહીં. વોટ્સએપ દ્વારા જણાવાયું કે અમે આ પ્લેટફોર્મ માટે સક્રિય રીતે હવે ડેવલપ નહીં કરીએ, જેના કારણે કેટલાક ફિચર્ચ કામ કરવાનું બંધ કરી દેશે. 

કંપનીએ જણાવ્યું કે આ પ્લેટફોર્મ્સ ભવિષ્યમાં અમારી એપની વિશેષતાઓ વધારવા માટે જેની અમારે જરૂર છે તેવી ક્ષમતાઓને રજુ કરતા નથી. આથી અમે નવી ઓએસ આવૃત્તિમાં અપગ્રેડ કરવાની ભલામણ કરીએ છીએ જેમાં 4.0 કે તેનાથી ઉપરની એન્ડ્રોઈડ, 7કે તેથી ઉપરની આઈઓએસ, કે 8.1 કે તેથી ઉપરના વિન્ડોઝ ફોન સંસ્કરણ સામેલ છે. જેથી કરીને વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખી શકાય. 

વોટ્સ એપનું કહેવું છે કે વર્ષ 2018ના ડિસેમ્બર બાદ તે નોકિયા એસ40 પ્લેટફોર્મ ઉપર પણ કામ કરશે નહીં. આ સાથે જ વર્ષ 2020ના પહેલી ફેબ્રઆરી બાદ તે એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 કે પછી જૂના વર્ઝન ઉપર પણ કામ કરવાનું બંધ કરી દેશે. 

JIO ફોનમાં ચાલશે વોટ્સએપ

ગત દિવસોમાં રિલાયન્સ જિયોએ પોતાનો સસ્તો 4G ફિચર ફોન લોન્ચ કરીને ટેલિકોમ માર્કેટમાં હરિફાઈ વધારી દીધી છે. લાખો લોકોએ રિલાયન્સના આ સસ્તા ફોનનું પ્રિ બુકિંગ કરાવ્યું હતું. હવે તેમને ડિલિવરી પણ મળવાની શરૂ થઈ ગઈ છે. ગત દિવસોમાં તેના ફિચર્સને લઈને એવા અટકળો થઈ રહી હતી કે આ ફોનમાં વોટ્સએપ ચાલશે નહીં. જો કે હવે તો લાખો લોકો પાસે આ ફોન આવી ગયો છે. કેટલાક લોકોને તો તેના ફિચર્સ અંગે જાણકારી નથી. 

રિલાયન્સ જિયોના આ ફિચર ફોનમાં વોટ્સએપની ઓફિશિયલ એપ નથી. પરંતુ યુટ્યૂબ પર વાઈરલ થઈ રહેલી એક ટ્રિકમાં કેટલાક યુઝર્સ વોટ્સએપ ચલાવવાની રીત બતાવે છે. ફોનની ડિલિવરી થતા પહેલા કેટલાક યુઝર્સ પરેશાન હતાં કે વોટ્સએપ નહીં ચાલે. પરંતુ જો તમારી પાસે આ ફોન હોય તો તમે આ અપનાવી શકો છો. 

આ સ્ટેપને ફોલો કરો

1. સૌથી પહેલા તમારા જિયો ફોનના બ્રાઉઝરમાં www.browserling.com ઓપન કરો. આ વેબસાઈટ પર તમને 5 પ્રકારના બ્રાઉઝ મળશે. તમે ક્રોમ સિલેક્ટ કરો.
2. ત્યારબાદ વેબસાઈટમાં અપાયેલા એડ્રસ બારમાં web.whatsapp.com ઓપન કરો. અહીં તમને એક ક્યુઆર (QR) કોડ જોવા મળશે. આ કોડને 3 નંબરના બટન સાથે ઝૂમ કરી લો.
3. હવે તમે જે ફોનમાં વોટ્સએપ ચલાવી રહ્યા છો તેનાથી વોટ્સએપ વેબમાં જઈને QR કોડને સ્કેન કરી લો.
4. આમ આ પ્રકારે જિયો ફોનમાં વોટ્સએપ ઓપન થશે. 
5. જ્યાં સુધી તમે લોગાઉટ નહીં કરો ત્યાં સુધી ફોનમાં વોટ્સએપ ઓપન રહેશે. જે ફોનમાં તમે પહેલા વોટ્સએપ ચલાવતા હતાં તેને પણ સાથે રાખો. કારણ કે જો અલગ રાખશો તો પ્રોબ્લેમ થશે. 

ઈનપુટ IANS

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news