VIDEO: 'દયાભાભી'નો આવો અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય, ગ્લેમરસ લુક જોઈને તમે ચોંકી જશો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન 3 વર્ષથી શોમાં જોવા મળ્યા નથી પરંતુ તે એટલી લોકપ્રિય છે કે તે તેમના પાત્ર માટે અહેવાલોમાં હંમેશાં ચમકતા રહે છે. તાજેતરમાં તેમનો એક ખૂબ જ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

VIDEO: 'દયાભાભી'નો આવો અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય, ગ્લેમરસ લુક જોઈને તમે ચોંકી જશો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોમાં દયાબેનની યાદો તો પ્રશંસકોને હજુ પણ આવી રહી છે, પરંતુ તેઓ હવે આ શોમાં પાછા ફરવાના નથી તે વાતનો ખુલાસો શોના મેકર્સે આપી દીધો છે. શોમાં દયાબેનની બે વિશેષતાઓ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે, એક તેમનો અવાજ અને બીજા તેમના ગરબા. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, પરંતુ આ શું દયાબેન ગરબા છોડી માછીમારવાળો ડાન્સ કેમ કરતા નજરે પડી રહ્યા છે, જેને જોઈને તેમના ફેન્સ પણ આશ્ચર્યમાં મૂકાયા છે. કારણ કે અગાઉ દિશા વાકાણીનું આવું સ્વરૂપ ક્યારેય કોઈને જોયું નથી. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન 3 વર્ષથી શોમાં જોવા મળ્યા નથી પરંતુ તે એટલી લોકપ્રિય છે કે તે તેમના પાત્ર માટે અહેવાલોમાં હંમેશાં ચમકતા રહે છે. તાજેતરમાં તેમનો એક ખૂબ જ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ દયાબેનની સ્ટાઈલ લોકોને ગમી નથી રહી.

ગરબા છોડીને માછીમારન બનીને નાચ્યા દયાબેન
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા દયાબેન એટલે કે દિશા વાકાણીનો એક જૂના વીડિયોમાં તે ગરબા નહીં પણ માછીમારો સાથે ડાન્સ કરતી જોવા મળે છે. ગીત છે - 'દરિયા કિનારે એક બંગલો વો પોરી લઈ જો લઈ'. આ ગીતમાં તેમનો ડ્રેસ પણ એકદમ અલગ છે. તેમણે નૌવારી સ્ટાઈલમાં કંઈક પહેર્યું છે જેમાં તેમણે ઓળખવી દર્શકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે.

વીડિયો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત
દિશા વાકાણીનો આ વીડિયો ઘણો જૂનો છે જે હાલના દિવસોમાં ખુબ જ વાયરલ થયો છે પરંતુ ચાહકો તેને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે આ ગીતમાં તે દિશા દયાબેન કરતા ઘણી અલગ દેખાઈ રહી છે. ફેન્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દૂર છે, તે મેટરનિટી લીવ બાદ હજુ સુધી કામ પર પાછી આવી નથી. જોકે ચાહકો તેઓ શોમાં પાછા ફરે તેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દિશા વાકાણી હાલમાં શોમાં પરત ફરી રહી નથી, તે વાત હવે જગજહેર થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news