Video Viral! જુઓ માથાકૂટ વચ્ચે માલદીવમાં છબછબિયાની માદક તસવીરો

Boycott Maldives: આ દિવસોમાં અભિનેતાઓ, ક્રિકેટરો અને સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર માલદીવનો સતત બહિષ્કાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ બોલિવૂડ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જેના પછી અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

Video Viral! જુઓ માથાકૂટ વચ્ચે માલદીવમાં છબછબિયાની માદક તસવીરો

Aditi Bhatia Maldives Vacation Photos: થોડા દિવસો પહેલા દેશના PM મોદી લક્ષદ્વીપ ગયા અને ત્યાંની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી અને પોતાના દેશની આવી વિવિધ જગ્યાઓએ લોકોએ એક્સપ્લોર કરવું જોઈએ, ફરવું જોઈએ અને નવું નવું જાણવું જોઈએ એવી અપીલ કરી હતી. ત્યાર બાદ માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદીની ટીકા કરી અને કહ્યું કે, ભારત ક્યારેય માલદીવની બરોબરી કરી શકે નહીં.

આ પછી દેશના સામાન્ય લોકોથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને ક્રિકેટરો સુધી દરેક પોતાના દેશના વડાપ્રધાનના સમર્થનમાં સામે આવ્યા અને સોશિયલ મીડિયા દ્વારા માલદીવનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ કર્યું. આટલી માથાકૂટ વચ્ચે દેશની એક અભિનેત્રીએ માલદીવમાં છબછબિયા કરતી માદક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખુબ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને યુઝર્સ તેને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી રહ્યા છે. તો કેટલાંક યુઝર્સ, તો એવું પણ કહી રહ્યાં છેકે, આવા લોકો જ દેશ સાથે દગો કરી રહ્યાં છે. 

 

 

માલદીવના વિવાદ વચ્ચે તસવીરો શેર કરી છે-
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ અદિતિ ભાટિયા છે, જે 'વિવાહ', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'ધ ટ્રેન', 'ચાન્સ પે ડાન્સ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. જો કે વિવાદ પહેલા અભિનેત્રી માલદીવ વેકેશન પર ગઈ હતી, પરંતુ તેણે વિવાદ બાદ તસવીરો શેર કરી હતી. તસ્વીરો પર વધુ પડતી ટ્રોલિંગ અને કોમેન્ટ્સને કારણે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી કેટલીક પોસ્ટ હટાવી દીધી છે, પરંતુ હાલમાં અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવતી તસવીરો પર સતત ટ્રોલનો સામનો કરી રહી છે.
 

 

અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે-
સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીથી એટલા ગુસ્સામાં છે કે તેઓ તેની પોસ્ટના સ્ક્રીનશોટ લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. જ્યાં એક યૂઝરે પોતાની પોસ્ટ પર લખ્યું, 'માલદીવ નહીં, માત્ર લક્ષદ્વી'. અન્ય એક યુઝરે લખ્યું, 'લક્ષદ્વીપ તરફ વળો'. ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, 'તમને શરમ નથી આવતી?' ચોથા યુઝરે લખ્યું, 'આ પ્રકારના લોકો આગળ વધીને દેશ સાથે દગો કરે છે.' તેની પોસ્ટ પર આવી ઘણી કોમેન્ટ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news