Oscar Trophy: ઑસ્કરની ટ્રોફી વેચવા જશો તો 100 રૂપિયા પણ નહીં મળે, જાણો ટ્રોફીની સાચી હકીકત...

Oscar Trophy: ઑનલાઈન ન્યૂઝ પોર્ટલ Diaroi ASના અનુસાર એક ઑસ્કર 400 ડૉલર એટલે કે લગભગ 3 લાખ 28 હજાર રૂપિયાથી વધુમાં મળે છે. પરંતુ જો કોઈ તેને વેચવા જશે તો તેની કિંમત માત્ર 1 ડૉલર હશે. એટલે કે લગભગ 82 રૂપિયા જ.

Oscar Trophy: ઑસ્કરની ટ્રોફી વેચવા જશો તો 100 રૂપિયા પણ નહીં મળે, જાણો ટ્રોફીની સાચી હકીકત...

Oscar Trophy: 95મો ઑસ્કર અવૉર્ડ ભારત માટે યાદગાર બની ગયો. કારણ કે ભારતને આ વર્ષે બે ઑસ્કર મળ્યા. એક શોર્ટ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પર્સ માટે અને RRRના ગીત નાટૂ નાટૂને બેસ્ટ ઓરિજિનલ સોન્ગની કેટેગરીમાં મળ્યો. એ આર રહેમાન બાદ એમ એમ કિરવાનીને ઑસ્કર મળ્યો છે. ઑસ્કરની ચમકતી ટ્રોફી તો છે પરંતુ શું તમે જાણો છો તમે એને વેચવા જાઓ તો 100 રૂપિયા પણ ન આવે?

શું સોનાની હોય છે ટ્રોફી?
ઑસ્કર અવૉર્ડની શરૂઆત 1929માં થઈ હતી. આ અવૉર્ડ 1927માં એક્ટર એમિલિયો ફર્નાંડિસની નિર્વસ્ત્ર તસવીર પરથી બનાવવામાં આવી છે.  આ અવૉર્ડને કાંસામાં ઢાળવામાં આવે છે અને તેના પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે.2016 બાદ ડિજિટલ ઑસ્કર ટ્રોફીને 3ડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બાદમાં મીણમાં આકૃતિ મુકવામાં આવે છે. ઠંડું થયા બાદ સિરામિક શેલમાં લપેટવામાં આવે છે અને આ દરમિયાન મીણને પીગાળીને બહાર કાઢવામાં આવે છે. ટ્રોફીને આકાર મળતા તેમાં પિગળેલા કાંસાને મુકીને ઠંડુ કરવામાં આવે છે. સેન્ડ અને પોલીશ કરવામાં આવે છે. બાદમાં 24 કેરેટ સોનાથી ઈલેક્ટ્રોપ્લેટ કરાય છે. એક અવૉર્ડ તૈયાર કરવામાં 3 મહિના લાગે છે.

ઑસ્કર વેચશો તો 100 રૂપિયા પણ નહીં મળે-
ઑનલાઈન ન્યૂઝ પોર્ટલ Diaroi ASના અનુસાર એક ઑસ્કર 400 ડૉલર એટલે કે લગભગ 3 લાખ 28 હજાર રૂપિયાથી વધુમાં મળે છે. પરંતુ જો કોઈ તેને વેચવા જશે તો તેની કિંમત માત્ર 1 ડૉલર હશે. એટલે કે લગભગ 82 રૂપિયા જ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news