ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે કરી શાનદાર જાહેરાત, કાશ્મીરી પંડિતોને આપશે 5 લાખ રૂપિયા
ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર શેર કર્યુ કે ધ કાશ્મીર ફાઈલ્સના અભિનેતા અનુપમ ખેરે કાશ્મીરી પંડિતોને આર્થિક સહાય આપવાનો વાયદો કર્યો છે.
Trending Photos
નવી દિલ્લી: ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ તે રોમાંચક ફિલ્મમાંથી એક છે જેને જોયા પછી લોકોએ તેનાથી પોતાને ભાવનાત્મક રીતે જોડી લીધા. આ ફિલ્મ એક યાદગાર ફિલ્મ છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની દુર્દશા થઈ અને મજબૂર થઈને તેમને ઘાટી છોડીને બહાર પલાયન કરવું પડ્યું. ફિલ્મ અને ફિલ્મના નિર્માતા ત્યારથી અનેક પ્રશંસા અને વિવાદમાં ફસાયેલા છે. હાલમાં ફિલ્મના મુખ્ય અભિનેતા અનુપમ ખેરે હવે કાશ્મીરી પંડિતોને નાણાંકીય મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર પછી લોકો તેમના વખાણ કરવા માટે મજબૂર થઈ ગયા છે.
કાશ્મીરી પંડિતોને આપશે 5 લાખ રૂપિયા:
ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર શેર કર્યુ કે ધ કાશ્મીર ફાઈલ્સના અભિનેતા અનુપમ ખેરે કાશ્મીરી પંડિતોને આર્થિક સહાય આપવાનો વાયદો કર્યો છે. ANIના જણાવ્યા પ્રમાણે અભિનેતાએ કહ્યું કે ધ કાશ્મીર ફાઈલ્સમાં પંડિતોની સમસ્યાઓ દર્શાવવામાં આવી. અમે બહુ કમાણી કરી છે. અમે તે વિદેશી સંગઠનોને દાન આપીએ છીએ જે પહેલાંથી જ સમૃદ્ધ છે. હવે પોતાના લોકોને દાન આપવું મહત્વપૂર્ણ છે. તેમના માટે 5 લાખ. અભિનેતાએ આ જાહેરાત દિલ્લીના ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્ક્લેવમાં કરી.
'The Kashmir Files' showed problems of Kashmiri pandits. We've earned a lot. We give charity to foreign orgs that are already rich. Now it's important to give charity to our own people. I pledge Rs 5 lakhs for them: Anupam Kher at ‘Global Kashmiri Pandit Conclave’ event in Delhi pic.twitter.com/dI6vAy5dao
— ANI (@ANI) February 25, 2023
તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઈલ્સને 20 ફેબ્રુઆરીએ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. જેના પર અનુપમ ખેરે જણાવ્યું કે દાદા સાહેબ દ્વારા સ્વીકાર કરવામાં આવતો એક સુખદ અનુભવ છે. ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. આ માત્ર ફિલ્મની પ્રતિભાનો સ્વીકાર જ કરતું નથી. પરંતુ કાશ્મીરી હિંદુઓના નરસંહારનું કારણ પણ છે. તેણે એવોર્ડથી પ્રામાણિકતા સ્થાપિત કરી.. અનુપમ ખેરના આ જાહેરાત પછી ભારોભાર વખાણ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે