અમદાવાદ: માતાના ત્રાસથી કંટાળેલી યુવતી અમદાવાદ ભાગી પરંતુ બેભાન થઇને ઢળી પડી અને...

ઘરમાં માતાના મેણા-ટોણાથી કંટાળીને ઘરેથી એકલી નીકળી ગયેલી અમરેલીની યુવતીને શાહીબાદ પોલીસે સમજાવીને ઘરે માતા અને ભાઇ પાસે પરત મોકલી આપી છે. પોલીસે યુવતીનાં પરિવારને પણ સમજ આપી હતી કે કોઇ પણ વાતને શાંતિથી સમજાવવી જોઇએ.
અમદાવાદ: માતાના ત્રાસથી કંટાળેલી યુવતી અમદાવાદ ભાગી પરંતુ બેભાન થઇને ઢળી પડી અને...

અમદાવાદ : ઘરમાં માતાના મેણા-ટોણાથી કંટાળીને ઘરેથી એકલી નીકળી ગયેલી અમરેલીની યુવતીને શાહીબાદ પોલીસે સમજાવીને ઘરે માતા અને ભાઇ પાસે પરત મોકલી આપી છે. પોલીસે યુવતીનાં પરિવારને પણ સમજ આપી હતી કે કોઇ પણ વાતને શાંતિથી સમજાવવી જોઇએ.

અમરેલીમાં રહેતી 20 વર્ષીય યુવતી 9 ઓગસ્ટના રોજ બસમાં બેી અમદાવાદમાં આવી હતી. ઠક્કરબાપાનગર ચારરસ્તા પાસે ઉતરી હતી. બસમાંથી ઉતર્યા બાદ તેને ચક્કર આવતા તે બેભાન થઇ ગઇ હતી. સ્થાનિકોએ 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી. અભયમની ટીમ યુવતીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. સ્વસ્થ થયા બાદ તેને સિવિલ સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગયા હતા. 

યુવતીને પરિવાર અંગે પુછતા તેણે અમરેલીની રહેવાસી અને ઘરે માતાના સ્વભાવથી કંટાળી નીકળી ગઇ હતી. ઘરે મોકલવાનું કહેતા તેણે ઇન્કાર કર્યો હતો. જેથી તેને શાહીબાગ આશ્રયગૃહમાં મુકી આવ્યા હતા. શાહીબાગ પોલીસને પણ આ બાબતે જાણ કરી હતી. પોલી સ્ટેશનની શી ટીમને તપાસ સોંપવામાં આવતા પોલી આશ્રયગૃહમાં ગઇ હતી. પોલીસે યુવતીને તમામ પુછપરછ કરી સમજાવી હતી. યુવતીની માતાની પાસે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેના ભાઇનો સંપર્ક કરીને અમદાવાદ બોલાવી સહી સલામત મોકલી આપી હતી. પોલીસે યુવતીના ભાઇને કહ્યું કે, મારા માતાને શાંતિથી વાત કરી સમજાવવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news