હૃદય સંબંધિત તકલીફને કારણે બોલીવુડના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી હોસ્પિટલમાં દાખલ
ડાયરેક્ટરના રૂપમાં તેમની પ્રથમ ફિલ્મ વર્ષ 1990માં આવેલી ધર્મેન્દ્રની હોમ પ્રોડક્શન ઘાયલ હતી. આ ફિલ્મના માધ્યમથી સંતોષીને બોલીવુડમાં ઓળખ મળી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડને ઘણા શાનદાર ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર છે. એજન્સી એએનઆઈ પ્રમાણે રાજકુમાર સંતોષીને હૃદય સંબંધિત તકલીફને કારણે મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકુમાર સંતોષીએ જ્યા બોલીવુડને ઘાયલ, દામિની, ઘાતક અને ટૂ લેજેન્ડ ઓફ ભગત સિંહ જેવી સીરિયસ અને એક્શન ફિલ્મો આવી છે. તો અંદાજ અપના-અપના અને અજબ પ્રેમની ગજબ કહાની જેવી કોમેડી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી છે. આમ તો સંતોષીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 1982માં આવેલી ફિલ્મ અર્ધ સત્ય અને વિજેતામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી.
Film Director Rajkumar Santoshi admitted to Nanavati Hospital following some cardiac related issues. #Mumbai pic.twitter.com/EYIeFBGQnR
— ANI (@ANI) February 28, 2018
ડાયરેક્ટરના રૂપમાં તેમની પ્રથમ ફિલ્મ વર્ષ 1990માં આવેલી ધર્મેન્દ્ર હોમ પ્રોડક્શનની ઘાયલ હતી. આ ફિલ્મના માધ્યમથી તેમને બોલીવુડમાં ઓળખ મળી હતી. ફિલ્મ ઘાયલે બોક્સ ઓફિસની સાથે-સાથે ફિલ્મ સમીક્ષકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે સંતોષીએ પોતાનો પ્રથમ ફિલ્મફેયર પુરસ્કાર જીત્યો હતો. ફિલ્મફેયરમાં ઘાયલે 7 પુરસ્કારો જીત્યો અને આ ફિલ્મને બે રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા હતા.
ત્યારબાદ વર્ષ 1993માં આવેલી રાજકુમાર સંતોષીની દામિનીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ઘાયલની જેમ આ ફિલ્મને પણ સમીક્ષકોની પ્રશંસા મળી હતી. દામિની માટે ફરી સંતોષીએ ફિલ્મફેયર પુરસ્કાર જીત્યો હતો. આ ફિલ્મમાં જીવંત અભિનય માટે સની દેઓલને ફિલ્મ ફેયરની સાથે સાથે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. વર્ષ 1994માં રાજકુમાર સંતોષીએ આમિર ખાન અને સલમાન ખાનને લઈને અંદાજ અપના-અપના બનાવી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો વધુ ન ચાલી પરંતુ હિન્દી સિનેમાના ઈતિહાસમાં આ ફિલ્મને યાદગાર માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે