મને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં કોઈ વાંધો નથીઃ સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું '''મને તેમની (રાહુલ) સાથે ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તે તૈયાર નહીં થાય'
Trending Photos
કોલકત્તાઃ કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કહ્યું કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપના કોઈપણ નેતા સાથે વાદ-વિવાદ કરે તો લોકોને તેની વાસ્તવિક ક્ષમતાનો ખ્યાલ આવી જશે. ઈરાનીને અહીં એક સત્ર દરમિયાન પુછવામાં આવ્યું કે, શું રાહુલ ગાંધીના પક્ષમાં જનતાનો વધતો વિશ્વાસ ભાજપ માટે ચિંતાનો વિષય છે. તેણણે કહ્યું જરાય નહીં.
મને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી
તેમણે કહ્યું કે, મને લાગે છે કે વ્યક્તિની વાસ્તવિક ક્ષમતાની લોકોને ત્યારે ખબર પડ છે જ્યારે તે કોઈ ચર્ચામાં મંચ પર પહોંચે છે. 2.0 (રાહુલ ગાંધી)ને પણ એક મંચ પર આવવું જોઈએ. દેસના કોઈપણ ભાગમાં ચર્ચા માટે કોઈપણ મંચ પર ભાજપના કોઈપણ નેતાને પસંદ કરે. પછી જોઈએ કે 2.0માં કેટલી ક્ષમતા છે. ઈરાનીએ કહ્યું કે તે પોતે રાહુલ ગાંધી સાથે ચર્ચા માટે ઈચ્છુક હતી. તેમણે કહ્યું, ''મને તેમની (રાહુલ) સાથે ચર્ચા કરવામાં કોઈ આપત્તિ નથી પરંતુ તે તૈયાર નહીં થાય'.
સોશિયલ મીડિયા આફત નથીઃ સ્મૃતિ ઈરાની
આ પહેલા સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું કે સોશિયલ મીડિયા ખતરો નથી. આ લોકોને પોતાની વાત રાખવાનું યોગ્ય મંચ છે. સોશિયલ મીડિયા ટેક્નોલોજી પર આધારિત છે જે ન્યાય માટે સંઘર્ષ કરે છે.
તેમણે ખોટા સમાચારો વિશે પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે અખબારોના મામલામાં જો ભારતીય પ્રેસ પરિષદના ધ્યાનમાં ખોટા સમાચાર જેવી કોઈ વાત આવે તો તે તેને જુઓ છે. સ્મૃતિએ કહ્યું કે જો પરિષદને ખ્યાલ આવે કે અખબાર ખોટા સમાચાર પ્રસારિત કરી રહ્યું છે તો ડીએવીપી તેને જાહેરાત આપવાનું બંધ કરી દે છે. મંત્રીએ કહ્યું કે આ વાત ટીવી અને રેડિયો પર પણ લાગુ પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે