બિહાર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, કદાવર નેતા અશોક ચૌધરી સહિત 4 MLCએ છેડો ફાડ્યો

બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા જીતન રામ માંઝીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી અને હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌધરીના નેતૃત્વમાં 4 નેતાઓએ જેડીયુ જોઈન કરવાનું એલાન કર્યુ્.

બિહાર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, કદાવર નેતા અશોક ચૌધરી સહિત 4 MLCએ છેડો ફાડ્યો

પટણા: બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા જીતન રામ માંઝીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી અને હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌધરીના નેતૃત્વમાં 4 નેતાઓએ જેડીયુ જોઈન કરવાનું એલાન કર્યુ્. એટલે કે બિહારના રાજકારણમાં હોળી પહેલા મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. જે નેતાઓએ પક્ષપલટો કર્યો છે તેઓ દલિત સમુદાયમાંથી આવે છે. એક દલિત નેતા એનડીએ છોડીને મહાગઠબંધનનો હિસ્સો બન્યા તો એક દલિત નેતા કોંગ્રેસ છોડીને જેડીયુનો ભાગ બન્યાં. એટલે કે દલિતનો જવાબ દલિતથી આપ્યો. પેટાચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણી પહેલા જે રીતે તોડજોડનું રાજકારણ  રમાઈ રહ્યું છે તેને જોતા આગામી દિવસોમાં અનેક ઉથલપાથલ જોવા મળી શકે છે.

અશોક ચૌધરી સાથે દિલીપ ચૌધરી, રામચંદ્ર ભારતી અને તનવીર અખ્તરે કોંગ્રેસ છોડીને જેડીયુમાં જવાની જાહેરાત કરી છે. અશોક ચૌધરી બિહાર કોંગ્રેસના કદાવર નેતા રહ્યાં છે. લગભગ 2 દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતાં. તેમના પિતા મહાવીર ચૌધરી કોંગ્રેસના મોટા નેતા હતાં. આથી અશોક ચૌધરી જો કોંગ્રેસ છોડવાની વાત કરતા હોય તો કોંગ્રેસ માટે તે ચોક્કસપણે નુક્સાન છે.

અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરી કે તેમને વારંવાર પાર્ટીમાં અપમાનિત કરવામાં આવ્યાં હતાં. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌધરીએ પાર્ટી અધ્યક્ષ કૌકબ કાદરી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમને કોઈ લાલચ નથી. મેં મારા અંતરાત્મનો અવાજ સાંભળ્યો અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો.

ડો.ચૌધરીએ કહ્યું કે મેં અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ બિહારમાં કોંગ્રેસને ઊભી કરી. વિધાન પરિષદમાં કોંગ્રેસના છ સભ્યો બન્યાં. ચાર ધારાસભ્યોવાળી પાર્ટીને 27 ધારાસભ્યો સુધી પહોંચાડી. પણ મારી સાથે શું થયું તે કોઈનાથી છૂપાયેલું નથી. અપમાન બાદ કોંગ્રેસ છોડયા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહતો. ડો.ચૌધરીએ કહ્યું કે નીતિશકુમાર પર ભ્રષ્ટાચારના કોઈ આરોપ નથી. તેઓ જાતિના રાજકારણમાં પણ વિશ્વાસ કરતાન થી. તેમનો ધ્યેય રાજ્યના વિકાસનો છે. હાલ તેમના જેવા બીજા કોઈ રાજનેતા નથી.

તેમણે કહ્યું કે જેડીયુમાં જવા પાછળ મારી કોઈ લાલસા નથી. પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે હું નિભાવીશ. આ બાજુ જેવો ચૌધરી જૂથનો આ ફેસલો જાહેર થયો કે બિહાર કોંગ્રેસના પ્રભારી કૌકબ કાદરીએ ચારેય નેતાઓ અશોક ચૌધરી, દિલીપ ચૌધરી. રામચંદ્ર ભારતી અને તનવીર અખ્તરને પાર્ટીમાંથી બરતરફ કરી નાખ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news