હોસ્પિટલ

Good News : Oxygen making machine at Mehsana PT2M58S

ગુડ ન્યૂઝ : મહેસાણાની હોસ્પિટલમાં ખાસ ઓક્સિજન બનાવતું મશીન

ગુડ ન્યૂઝમાં મહેસાણાની હોસ્પિટલમાં ખાસ ઓક્સિજન બનાવતું મશીન

Jan 19, 2020, 01:35 PM IST
Coastguard Treatment For 1 Person At Sea In Porbandar PT3M37S

પોરબંદરમાં કોસ્ટગાર્ડે દરિયામાં 1 વ્યક્તિને આપી સારવાર

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઈજાગ્રસ્ત બનેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. મ્યાનમાર દેશના નાગરિકને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. શીપના લેથ મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. મુન્દ્રાથી આફ્રિકાના ડરબન જતી વેળાએ આ ઘટના બની હતી. કોસ્ટગાર્ડ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને જેટી પર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Jan 11, 2020, 02:40 PM IST
Zee 24 Kalak Special Talk With Ill Jiyan's Parents PT27M40S

આ બિમારીથી પીડાય છે જીયાન, પુત્રના જીવન માટે માતા પિતાએ સર્વસ્વ લગાવ્યું

કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનો સર્વસ્વ લગાવી દીધું છે. જુઓ ઝી મીડિયા સંવાદદાતા અમિત રાજપૂતનાં વિશેષ અહેવાલને...

Jan 5, 2020, 08:45 PM IST
News Room Live: Importance News Of Today PT26M52S

News Room Live: જુઓ આજના મહત્વ પૂર્ણ સમાચાર ન્યુઝ રૂમ લાઈવમાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે. ગુજરાતના પ્રમુખ શહેરની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે.

Jan 5, 2020, 08:15 PM IST
Statement of Vadodara sayaji hospital superintendent PT2M40S

વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું ચોંકાવનારું વલણ

વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ અંદાજિત 100થી વધુ બાળકોના મોત થયાનું અનુમાન છે. જોકે આ મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે કોઈ સત્તાવાર આંકડો આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

Jan 5, 2020, 06:20 PM IST
Jian fight for life in Ahmedabad PT5M54S

અમદાવાદમાં અઢી વર્ષનો બાળક 65 દિવસથી હોસ્પિટલના બેડ પર કારણ કે...

કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે પણ જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા 65 દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનો સર્વસ્વ લગાવી દીધું છે.

Jan 5, 2020, 01:00 PM IST

કરોડોમાં એક વ્યક્તિને થતા રોગથી પીડાઇ રહ્યું છે બાળક, પરિવારે કરી મદદની અપીલ

કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનું સર્વસ્વ લગાવી દીધું છે. 

Jan 4, 2020, 09:24 PM IST

કોટા: જેકે લોન હોસ્પિટલમાં 48 કલાકમાં 10 બાળકોના મોત, કારણ જાણી શકાયું નથી

જેકે લોન હોસ્પિટલમાં ગત 2 દિવસમાં 10 બાળકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બધા પીઆઇસીયૂ (Pediatric intensive care unit) અને એનઆઇસીયૂ (Neonatal intensive care unit)માં ભરતી હતા. તેમાંથી 4 બાળકો એકથી ચાર દિવસના હતા, તો બીજા 3 બાળકો દોઢથી પાંચ, એક બાળક નવ મહિના અને એક બાળક 1 વર્ષનું હતું. 

Dec 25, 2019, 11:53 AM IST

Pune: અરુણ શૌરીના હાલચાલ જાણવા પહોંચ્યાં PM મોદી, સારા સ્વાસ્થ્યની કામના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શહેરની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. પીએમ મોદીએ શૌરીના સ્વસ્થ અને લાંબી ઉંમરની કામના કરી.

Dec 8, 2019, 11:22 PM IST

કોટા : ફુલ જેવા બાળકોના જીવ સાથે હોસ્પિટલમાં રમાઈ રહી છે રમત 

મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર વિજય સરદાનાનું કહેવું છે કે મને આ વિશે કોઈ જાણકારી નથી. હવે માહિતી મળતા યોગ્ય પગલાં લેવામાં આવશે. 

Dec 2, 2019, 01:43 PM IST
2 people killed for not riding a bike. PT2M10S

બાઇક ચલાવવા જેવી બાબતે કચ્છમાં જુથ અથડામણ, 2ની હત્યા...

બાઇક ચલાવવા જેવી બાબતે કચ્છમાં જુથ અથડામણ, 2ની હત્યા થઇ ગઇ હતી. એક આધેડ મહિલા અને એક યુવાનની હત્યા થઇ ગઇ હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા કંડલા સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Nov 30, 2019, 11:10 PM IST

TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. અચાનક તબિયત(Health) લથડી જતા તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી છે. નુસરત જહાંએ રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને કોલકાતા(Kolkata)ના એપોલો ગ્લેનઈગલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ. 

Nov 18, 2019, 03:29 PM IST

અમદાવાદ: ડેન્ગ્યુનાં કારણે 8 વર્ષની બાળકી સહિત 3નાં મોત, તંત્ર મુકપ્રેક્ષક બન્યું

સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વાદળછાયુ વાતાવરણ સર્જાય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે જ્યારે તંત્ર દ્વારા ઠાગાઠૈયા

Oct 21, 2019, 05:45 PM IST
Congress check-up at Rajkot Hospital after the epidemic PT2M30S

રોગચાળા બાદ રાજકોટ હોસ્પિટલમાં કોંગ્રેસનું ચેકિંગ

રાજકોટ કોંગ્રેસ દ્વારા મનપાના આરોગ્ય વિભાગના કોમ્યુટર પર બેસી અને હોસ્પિટલો દ્વારા મેઈલ મારફત કરવામાં આવેલ રોગચાળાના આકડાની જાણ ચકાસી સાચો આક બહાર લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકિંગમાં માત્ર ૧૩ હોસ્પીટલના છેલ્લા ૧૫ દિવસમાં 615 ડેન્ગ્યુંના પોઝીટીવ કેસની માહિતી સામે આવી હતી. જયારે કોર્પોરેશન દ્વારા છેલ્લા 40 દિવસમાં ડેન્ગ્યુંના માત્ર 274 કેસ સમગ્ર રાજકોટ શહેરમાં નોંધાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Oct 16, 2019, 09:40 PM IST

બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષાની વચ્ચે અકસ્માત, 3ના મોત

 બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 

Oct 14, 2019, 11:05 PM IST
Shocking incident of Vadodara hospital PT2M20S

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સામે આવ્યો તબીબી બેદરકારીનો ભયંકર કિસ્સો

વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની હોસ્પિટલના મહિલા તબીબની ગંભીર ભૂલનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિડીત મહિલા અને પરિવારજનોએ ડિલીવરી દરમિયાન તબીબ ટાંકા લેતા સમયે કપડાનું પેડ અંદર ભુલી જતા પીડિતાની હાલત ખરાબ થઇ ગઇ હોવાનો આક્ષેપ મુક્યો હતો. આ પરિસ્થિતિમાં પીડિતાના પરિવારે હોબાળો મચાવ્યો હતો.

Oct 14, 2019, 05:40 PM IST

સુરેન્દ્રનગર: સાયલામાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં જૂથ અથડામણ, 8 લોકો ઇજાગ્રસ્ત

જિલ્લાના સાયલા ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. 

Oct 8, 2019, 05:46 PM IST

રાજકોટ: હોસ્પિટલમાં ગંદકીથી દર્દીઓ સારવાર કરાવી માદા થઇને પરત ફરે તેવી સ્થિતિ

રાજકોટ સિવીલ હોસ્પિટલની અનેક બેદરકારીઓ સામે આવી છે. અહિં દર્દી સારવાર કરાવવા આવે છે પરંતુ માંદા થઇને પરત ફરે તેવી સ્થિતી જોવા મળી હતી. રાજકોટ મહાનગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠીયાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સિવીલ હોસ્પિટલ તંત્રનો ભાંડો ફુટી ગયો હતો અને ગંદકીનાં જંગ અને દર્દીઓને પડતી હાલાકી સામે આવી હતી. 

Oct 7, 2019, 04:55 PM IST

જૂનાગઢ: મેંદરડા પાસે આવેલો પૂલ થયો ધરાશાઇ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા. 

Oct 6, 2019, 07:45 PM IST

અમરેલી: ઝેરી મધમાખીઓ દ્વારા હુમલો કરાતા સારવાર દરમિયાન યુવકનું મોત

ખાંભામાં કાકા-ભત્રીજા પર ઝેરી મધમાખીનો હુમલો કરતા સારવાર દરમિયાન કાકાનું મોત થયું હતું. જુનાગામ નજીકની વાડીમાં કાકા અને ભત્રીજો કામ કરી રહ્યા હતા તે દમિયાન જેરી મધમાખીઓ દ્વારા હુમલો કરી દેતા કાકાનું સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે ભત્રીજાની હાલત ગંભીર છે. 

Sep 30, 2019, 08:58 PM IST