નાનાને બચાવવા આવ્યા નિહલાની, કહ્યું- તનુશ્રી દત્તા 10 વર્ષ સુધી કેમ કંઇ બોલી નહીં

સેન્સર બોર્ડના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મુદ્દા પર અચંબામાં પડ્યા હતા. તેમણે કહ્યું કે શા માટે તનુશ્રી દત્તા 10 વર્ષ સુધી કંઇ બોલી નહીં. પીડિતે પહેલા જ કહીં દેવું જોઇએ. છેવટે, તેને આટલા વર્ષો સુધી કેમ રાહ જોવી પડી.

નાનાને બચાવવા આવ્યા નિહલાની, કહ્યું- તનુશ્રી દત્તા 10 વર્ષ સુધી કેમ કંઇ બોલી નહીં

મુંબઇ: સેન્સર બોર્ડના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મુદ્દા પર અચંબામાં પડ્યા હતા. તેમણે કહ્યું કે શા માટે તનુશ્રી દત્તા 10 વર્ષ સુધી કંઇ બોલી નહીં. પીડિતે પહેલા જ કહીં દેવું જોઇએ. છેવટે, તેને આટલા વર્ષો સુધી કેમ રાહ જોવી પડી.

નિહલાનીએ કહ્યું કે તનુશ્રી ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે અને ઘણી સુપરહિટ ફિલ્મો કરી ચુકી છે, તેના નાના પાટેકર સાથે ઘણા સારા સંબંધ છે. જે વિવાદ આજે સમાચાર અને સોશિયલ મીડિયા પર છવાયો છે તેને જોઇને હું ઘણો આશ્ચર્યમાં છું.

મુંબઇમાં જી ન્યૂઝની સાથે ખાસ વાતચીતમાં પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, ‘‘નાના પાટેકર ખુબ જ સારા માણસ છે. સામાજિક રીતે નાના પાટેકરની ઘણી ઇજ્જત છે. જોકે, તેમની પર્સનલ લાઇફ પર કોમેન્ટ કરવું યોગ્ય નથી. તનુશ્રી પર નિશાન સાધતા પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, 10 વર્ષ સુધી ક્યાં હતી અને અચાનક કેમ જાગી ગઇ. જો તે બન્ને વચ્ચે અણબનાવ હોય તો બેસીને વાત કરી લેવી જોઇએ અને આરોપ-પ્રત્યોરોપો બંધ કરવા જોઇએ. જો પબ્લિસિટી માટે છે તો તે યોગ્ય નથી.’’

શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઇએ કે બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર એક્ટર નાના પાટેકરે તેની સાથે ઘણી વાર છેડછાડ કરી હતી. ત્યારે નાના પાટેકરે આ આરોપને નાકાર્યો હતો. ત્યારબાદ બોલીવુડમાં ‘#Meetooમીટૂ’ અભિયાન પર ચર્ચા ચાલી રહી છે. દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો કર્યો અને સ્પષ્ટપણે નાના પાટેકરનું નામ લીધું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા મંચ પર આ મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

તનુશ્રીનું શું કહ્યું
તનુશ્રી દત્તાએ એક મનોરંજન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘એક્ટર નાના પાટેકર, પ્રોડ્યૂસર સામી સિદ્દીકી, ડાયરેક્ટર રાકેશ સારંગ અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય. નાના પાટેકરે જ્યારે મારી સાથે છેડતી કરી ત્યારે તેમની ફરિયાદ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરને કરી હતી અને કહ્યું હતું કે આ માણસનું (નાના પાટેકર) તો સેટ પર કોઇ કામ નથી તો આ માણસ અહીંયા શું કરી રહ્યાં છે. તે મને પકડીને ખેંચે છે, મને ડાંસ શીખવે છે. પરંતુ મારી ફરિયાદ સાંભળવાની જગ્યાએ નાન પાટેકરે વધુ એક ડિમાન્ડ કરી હતી કે તેઓ મારી સાથે આ સોન્ગ પર એક ઇન્ટીમેટ ડાંસ સ્ટેપ કરવા માંગે છે. એટલે કે નવી એક્ટ્રેસ છે તો જરૂર હોય કે ના હોય, તેની સાથે ઇન્ટીમેટ સીન કરી લો.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news