Z5 ટૂંક સમયમાં જ 8 નવા પુસ્તકો પર બનાવશે વેબસિરીઝ, આ હશે નામ!
Trending Photos
નવી દિલ્હી: વર્લ્ડ બુક ડે 23 એપ્રિલના રોજ Z5 એ આઠ નવા પુસ્તકોના રૂપાંતરણ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ જાણકારી મંગળવારે એક નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પ્રિયા કુમાર દ્વારા લેખિત ઉપન્યાસ 'આઇ વિલ ગો વિથ યૂ' પર આધારિત 'ધ ફાઇનલ કોલ' ટીવી સીરીઝ અને રસ્કિન બોન્ડ દ્વારા રચિત ભૂતની કહાનીઓ પર આધારિત 'પરચાઇ'ની સફળતા બાદ જ હવે બીજા આઠ નવા પુસ્તકોના રૂપાંતરણની વાત Z5 દ્વારા કહેવામાં આવી છે.
આ આઠ પુસ્તકોમાં પ્રિયા કુમારની 'ધ વાઇસ મેન સેડ', મીના દેશપાંડેની 'હુતાત્મા', અરૂણ રમણની 'સ્કાઇફાયર', શરદિંદુ બંધ્યોપાધ્યાયના ઐતિહાસિક ઉપન્યાસ 'તુંગભદ્વાર તીરે' અને 'કાલેર મંદિર', દિવંગત મલય કૃષ્ણ ધરના પુસ્તક 'મિશન ટૂ પાકિસ્તાન', ઇંદ્વનીલ સાન્યાલ દ્વારા રચિત 'કર્કટક્રાંતિ' અને અનમોલ રાણાની 'સેવેન ડેઝ વિધાઉટ યૂ' સામેલ છે. આ પુસ્તકોના અધિકારી ખરીદી લીધા છે.
પ્રોડક્શનમાં આ પુસ્તકોથી જોડાયેલા કામ ચાલી રહ્યા છે. Z5 ઇન્ડીયાની કાર્યક્રમ પ્રમુખ અપર્ણા આચરેકરે કહ્યું ''ડિજિટલ માધ્યમે હવે ના ફક્ત નિર્માતાઓ માટે નવા રસ્તા ખોલી દીધા છે, પરંતુ તેના માધ્યમથી લેખક પણ પોતાની કહાનીઓ ટેલીવિઝન સ્ક્રીન પર જોઇ શકો છો. પુસ્તકોમાં હાજર લેખના રૂપાંતરણથી અમારી પાસે હવે ઘણી મજેદાર અને રોચક સામગ્રીઓ ઉપલબ્ધ છે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે