ગદર-2 જોવા માટે રીતસર થઈ રહી છે પડાપડી, સ્વતંત્રતા દિવસે તો કમાણીનો રેકોર્ડ તૂટ્યો

Gadar 2: ગદર 2 ફિલ્મ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક કમાણી કરતા બધાની આંખો પહોળી થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક્સ માટે આ આંકડો અકલ્પનીય છે. 

ગદર-2 જોવા માટે રીતસર થઈ રહી છે પડાપડી, સ્વતંત્રતા દિવસે તો કમાણીનો રેકોર્ડ તૂટ્યો

ગદર 2 ફિલ્મે વાસ્તવમાં બોક્સ ઓફસ ઉપર પણ ગદર મચાવી દીધો છે. લોકો આ ફિલ્મ જોવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ સફળતાના નવા ડંકા વગાડી રહી છે. પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યું છે તે તો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. ગદર 2 ફિલ્મે સ્વતંત્રતા દિવસ પર ખુબ કમાણી કરી છે. 

ગદર 2ની તાબડતોડ કમાણી
ગદર 2 ફિલ્મ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક 55 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ઈન્ડિપેન્ડન્સ ડે પર ઈતિહાસ રચી નાખ્યો છે. શુક્રવારે 40 કરોડની ધમાકેદાર ઓપનિંગ કરનારી ફિલ્મે બીજા દિવસે 43.08 કરોડનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે 51.7 કરોડની કમાણી કરી. ચોથા દિવસે સોમવારે 38.7 કરોડ કમાણી કરી તથા પાંચમા દિવસે તો રેકોર્ડ જ તોડી નાખ્યો. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 228 કરોડ જેટલું થઈ ગયું છે. 

— taran adarsh (@taran_adarsh) August 16, 2023

ગદર 2એ રેકોર્ડ તોડ્યો
સની દેઓલની ફિલ્મે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મનું શાનદાર કલેક્શન મેકર્સ,  સ્ટારકાસ્ટ અને ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી કમ નથી. 22 વર્ષ બાદ આવેલી સનીની ગદર-2 ફિલ્મે જે જબરદસ્ત રિસ્પોન્સ મેળવ્યો છે તે કાબિલે તારીફ છે. સનીની મુવી સૌથી ઝડપથી 200 કરોડ  કમાનારી  ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. બીજી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે સરખામણી કરીએ તો પઠાણે 4 દિવસમાં 212.5 કરોડ કમાણી કરી હતી. કેજીએફ (હિન્દી) એ 5 દિવસમાં 229 કરોડની કમાણી કરી હતી. બાહુબલી 2એ 6 દિવસમાં 224 કરોડ કમાણી કરી હતી. ગદર 2 5 દિવસનું ઓફિશિયલ કલેક્શન 228 કરોડ ઉપર ગયું છે. 

અનેક વર્ષો સુધી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનારા સની દેઓલની કરિયર માટે ગદર 2 સંજીવની બનીને આવી છે. તમને જાણીને આનંદ થશે કે સનીની ગદર 2 200 કરોડ કમાનારી પહેલી ફિલ્મ છે. સની દેઓલની આ ફિલ્મ 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની લાઈનમાં છે. હાલ આ રેંક ધ કેરલ સ્ટોરી પાસે છે જેની કમાણી 242 કરોડ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news