પિતાએ નામ પાડ્યું હોત તો આજે Kajol ને Ajay Devgan પણ મર્સિડિઝ કહીને બોલાવતો હોત...!!!

Happy Birthday Kajol: કાજોલના બર્થ ડે પણ જાણો તેના નામ સાથે જોડાયેલો રોચક કિસ્સો...કિસ્સો જાણીને તમે પણ વિચારતા રહી જશો...

પિતાએ નામ પાડ્યું હોત તો આજે Kajol ને Ajay Devgan પણ મર્સિડિઝ કહીને બોલાવતો હોત...!!!

Happy Birthday Kajol: બોલિવુડની દમદાર અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દીલ જીતનારી કાજોલ જાણિતા અભિનેતા અજય દેવગણના પત્ની છે. કાજોલ સાથે જોડાયેલા અનેક કિસ્સા છે તેમાં એક કિસ્સો તેના નામને લઈ પણ છે. કાજોલ નામથી આજે ભારત અને વિશ્વમાં કોઈ અજાણ નહીં હોય. પરંતુ કાજોલનું નામ જો મર્સિડીઝ હોત તો?. તેના નામને લઈ એક રસપ્રદ વાતો આજે અમે આપને જણાવીશું.  બોલીવુડ અભિનેત્રી કાજોલ પીઢ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સમયે અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડ અભિનેત્રી કાજોલ પીઢ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે.

એક અભિનેત્રી તરીકે કાજોલ બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મો આપી ચૂકી છે. આજે પણ તેને ઘણી સારી ફિલ્મો ઓફર થતી રહે છે. કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કાજોલે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પિતા શોમુ મુખર્જી તેનું નામ ‘મર્સિડીઝ’ રાખવા માંગતા હતા કારણ કે તેમને આ નામ ખૂબ જ પસંદ હતું. આ ઈન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું હતું કે તેની માતા બાળકો માટે ખૂબ જ કડક હતી. નાનપણમાં માતા તેને બેડમિન્ટન રેકેટ અને વાસણો વડે માર મારતી હતી.

વર્ષ 1973માં તનુજાએ શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. કાજોલે જણાવ્યું હતું કે જ્યારે તે સાડા ચાર વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2008માં શોમુ મુખર્જીનું નિધન થયું હતું. વર્ષ 1999માં કરણ થાપર સાથેની મુલાકાતમાં કાજોલે કહ્યું હતું કે “મારા પિતા મારું નામ મર્સિડીઝ રાખવા માંગતા હતા. તેમને આ નામ ખૂબ જ ગમતુ હતુ. મર્સિડીઝના માલિકે કારની કંપનીનું નામ તેમની પુત્રીના નામ પર રાખ્યું. તેથી મારા પિતા વિચારતા હતા કે જ્યારે તેઓ જો તમની દીકરીનું નામ આ રીતે રાખી શકે છે તો હું કેમ ન રાખી શકું?

કાજોલે ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે મને પ્રેમ મળ્યો પરંતુ ક્યારે માથા પર ચઢાવવામાં નથી આવી. મારી માતા માનતી ન હતી કે બાળક બગાડવું જોઈએ નહીં માટે તે ખૂબ જ કડકાઇ રાખતા. હું જ્યારે પણ કોઈ  ભૂલો કરતી ત્યારે તે મને બેડમિન્ટન રેકેટથી મારતી. જ્યારે પણ મેં કંઇ ખોટું કર્યું ત્યારે વાસણો પણ મારા પર ફેંકવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે કાજોલે અજય દેવગન સાથે લવ મેરેજ કર્યા છે. બંને પહેલીવાર વર્ષ 1995માં ફિલ્મ ‘હલચલ’ના સેટ પર મળ્યા હતા. બંને છેલ્લે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. કાજોલ અને અજયના ન્યાસા અને યુગ નામના બે બાળકો છે. વર્ષ 2021માં કાજોલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિભંગ’માં જોવા મળી હતી. હાલમાં કાજોલ ફિલ્મ ‘સલામ વેંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news