5 દિવસમાં 60 કરોડને પાર સુપર 30, બીજા વીકએન્ડમાં કરી શકે છે શાનદાર કમાણી

ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30ને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ વીકડેઝમાં પણ વોક્સ ઓફિસમાં મજબૂતી સાથે ટકેલી છે. સુપર 30ની 5 દિવસની કુલ કમાણી 64.07 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

5 દિવસમાં 60 કરોડને પાર સુપર 30, બીજા વીકએન્ડમાં કરી શકે છે શાનદાર કમાણી

નવી દિલ્હીઃ કાબિલની રિલીઝના દોઢ વર્ષ બાદ સિલ્વર સ્કીર પર આવેલી ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. બિહારના શિક્ષક આનંદ કુમારના જીવન પર આધારિત ફિલ્મ વીકડેઝમાં પણ બોક્સ ઓફિસ પર મજબૂતીથી ટકેલી છે. 3 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કર્યા બાદ સુપર 30એ 5 દિવસમાં કુલ 64.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરફ આદર્શે સુપર 30ની કમાણીના આંકડા શેર કરતા લખ્યું- 'સુપર 30એ પાંચમાં દિવસે પણ ચોથા દિવસની જેમ કમાણી કરી. મેટ્રો સિટીમાં ફિલ્મ સારૂ કરી રહી છે. જ્યારે માસ સર્ટિક અને સિંગલ સ્ક્રીન્સની કમાણી ધીમી થઈ છે. ફિલ્મએ શુક્રવારે 11.83 કરોડ, શનિવારે 18.19 કરોડ, રવિવારે 20.74 કરોડ, સોમવારે 6.92 કરોડ, મંગળવારે 6.39 કરોડની કમાણી કરી છે.'

— taran adarsh (@taran_adarsh) July 17, 2019

— taran adarsh (@taran_adarsh) July 16, 2019

તો ઓવરસીઝ માર્કેટમાં ઋૃતિક રોશન સ્ટારર સુપર 30એ 4 દિવસમાં 17.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ શુક્રવારે સિનેમાઘરોમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. તેવામાં સુપર 30 પાસે કમાણી કરવાની સારી તક છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું અનુમાન છે કે, ફિલ્મ પ્રથમ સપ્તાહમાં 75 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લેશે. 

રિલીઝ બાદ એક તરફ જ્યાં વેબસાઇટ તમિલ રોકર્સ પર ફિલ્મ લીક થઈ ગઈ હતી. તો બિહારમાં સુપર 30ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ઋૃતિક રોશને બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી સાથે મુલાકાત કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 

— Hrithik Roshan (@iHrithik) July 16, 2019

સુપર 30મા મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મને દિગ્દર્શિત વિકાસ બહલે કરી છે. આ સપ્તાહ ઋૃતિકની ફિલ્મની કમાણી માટે મહત્વનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news