કડી : હોસ્ટલમાં મૂકવા જતા પહેલા પિતાએ કરી દીકરીની હત્યા, લાશ નર્મદા કેનાલની પાળે મૂકી દીધી

કડી નજીક મળી આવેલી 13 વર્ષની વિદ્યાર્થીનીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીર બાળકીના પિતાએ જ તેની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. 

કડી : હોસ્ટલમાં મૂકવા જતા પહેલા પિતાએ કરી દીકરીની હત્યા, લાશ નર્મદા કેનાલની પાળે મૂકી દીધી

તેજસ દવે/મહેસાણા :કડી નજીક મળી આવેલી 13 વર્ષની વિદ્યાર્થીનીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીર બાળકીના પિતાએ જ તેની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પુત્રીને હોસ્ટેલ મુકવા જતાં પહેલા પિતાએ હત્યા કરી પુત્રીની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. 

કડીના આદુદરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલના પાળા પાસેથી ચાર દિવસ પહેલા એક બાળકીની લાશ મળી આવી હતી. આદુંદરા ગામ પાસે કેનાલની અંદરના ભાગે ઢાળ પરથી સવારે 10.30 કલાકે કપડામાં વીંટાળેલી બાળકીની લાશ મળી આવી હતી.  અજાણી બાળકીનો મૃતદેહ અહી કેવી રીતે પહોંચ્યો, કોણે તેની હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ડોગ સ્કોડ તથા એફએસએલ સહિતની ટીમ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ હોવાનું પોલીસને અનુમાન હતું. ત્યારે પોલીસના હાથે આજે મોટુ પગેરુ મળ્યું હતું. બાળકીના પિતાએ જ બાળકીની હત્યા કરી હોવાનું પોલીસ તપામાં ખૂલ્યું હતું.

પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, બાળકીનો પિતા દાણીલીમડા રહેતો હતો. તો બાળકી કડીના ચાલાસણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. બાળકીનો પિતા તેને એક્ટીવા પર બેસાડીને દાણીલીમડાથી હોસ્ટેલમાં મૂકવા ગયો હતો. ત્યારે રસ્તામાં જ કેનાલ ઉપર તેના પિતાએ કરી માસુમ દીકરીની હત્યા કરી હતી. દીકરીની લાશ ત્યા જ મૂકીને પિતા ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પોલીસે આજે હત્યારા પિતાની અટકાયત કરી છે. 

તો બીજી તરફ, બાળકીના પિતાએ જ બાળકીનો રેપ કર્યો હોવાની પોલીસને શંકા છે. પરંતુ પિતાએ જ રેપ કર્યો છે કે નહિ, તે Fsl રિપોર્ટ પરથી નક્કી થશે. તો બીજી તરફ, પિતાએ કયા કારણોસર બાળકીની હત્યા કરી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news