8,00,00,000 મહિલાઓના ચહેરા પર 100 દિવસમાં ખુશી લાવશે મોદી સરકાર 2.0
અત્યાર સુધી 7.2 કરોડ ઉજ્જવલા કનેક્શન આપી દેવાયા છે અને સરકારી અધિકારીએ જણાવ્યું કે, હવે આ સંખ્યાને 8 કરોડ સુધી પહોંચાડવા માટે યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે, કેમ કે, વાસ્તવિક લક્ષ્ય સરકારના 100 દિવસના અંદર 8 કરોડ ઘરમાં ગેસ કનેક્શન આપવાનું છે
Trending Photos
નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0નું હવે પછીનું નવું લક્ષ્ય 100 દિવસના અંદર ઉજ્જવલા યોજનાને 8 કરોડ ગૃહિણી સુધી પહોંચાડવાનું છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે ગુજરાન કરતા (BPL) પરિવારની મહિલા સભ્યોના નામે રાંધણ ગેસનું કનેક્શન નિઃશુલ્ક આપવામાં આવે છે. 1 મે, 2016 ના રોજ લોન્ચ થયા પછી આ યોજનાને વ્યાપક સફળતા મળી છે અને તાજેતરની સામાન્ય ચૂંટણીમાં સરકારને ફરીથી ચૂંટાઈ આવવામાં મદદરૂપ બની છે.
તમામ ગરીબ પરિવાર આવશે દાયરામાં
ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધી 7.2 કરોડ ઉજ્જવલા કનેક્શન આપી દેવાયા છે અને સરકારી અધિકારીએ જણાવ્યું કે, હવે આ સંખ્યાને 8 કરોડ સુધી પહોંચાડવા માટે યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે, કેમ કે, વાસ્તવિક લક્ષ્ય સરકારના 100 દિવસના અંદર 8 કરોડ ઘરમાં ગેસ કનેક્શન આપવાનું છે.
93-94% મહિલાઓ સુધી ઘરેલુ ગેસ કનેક્શન
આ સાથે જ આ વર્ષના અંત સુધીમાં 100 ટકા ઘરેલુ મહિલાઓ સુધી ગેસ કનેક્શન એટલે કે એલપીજી કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે. અત્યારે દેશમાં 93-94 ટકા મહિલાઓ રાંધણ ગેસનો ઉપયોગ કરી રહી છે.
મોદી સરકારે વિવિધ વિભાગો માટે 167 પરિવર્તનકારી યોજનાઓ નક્કી કરી છે, જેને ચોક્કસ સમયમર્યાદામાં લાગુ કરવાની છે. જો આ યોજનાઓ લાગુ થઈ જશે તો સમાજમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળશે. સાથે જ સામાન્ય નાગરિકોના જીવનમાં સાર્થિક પરિવર્તન આવશે.
લક્ષ્ય પુરું થયા પછી નવું મિશન
દેશમાં તમામ ઘરો સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાનું લક્ષ્ય પુરું થઈ ગયા પછી બીજો તબક્કો શરૂ થશે. જેમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવશે કે જે ગરીબ પરિવારોને નિઃશુલ્ક ગેસ કનેક્શન આપ્યું છે તેઓ ગેસ રીફીલ કરાવી રહ્યા છે કે નહીં. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતરગ્ત બીપીએલ પરિવારોને રૂ.1600માં ગેસ કનેક્શન આપવામાં આવે છે અને આ કનેક્શન ઘરની મહિલા સભ્યના નામે હોય છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે