એન્જલિના જોલીની ડરામણી તસવીર પાછળની સ્ટોરી છે રૂંવાડા ઉભા કરી દે એવી

ઇરાનમાં ફેસબુક અને ટ્વીટર પર પ્રતિબંધ છે અને માત્ર ફોટોશેરિંગ પોર્ટલ ઇન્સ્ટાગ્રામને જ મંજૂરી છે

Updated By: Oct 9, 2019, 10:31 AM IST
એન્જલિના જોલીની ડરામણી તસવીર પાછળની સ્ટોરી છે રૂંવાડા ઉભા કરી દે એવી

મુંબઈ : ઇરાનની ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહર તબાર (Sahar Tabar)ની ઇશનિંદા તેમજ હિંસા ભડકાવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. IANSના રિપોર્ટ પ્રમાણે સહરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડરામણી તસવીરોથી ભરપુર છે અને એમાં તે હોલિવૂડ સ્ટાર એન્જલિના જોલી જોવી દેખાય છે. 

સહર વિશે એવું કહેવાય છે કે એન્જલિના જોલી જેવી દેખાવા માટે તેણે 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે મોટાભાગના તેના ઇન્સ્ટાગ્રામના ફોટા પર ફોટોશોપ એડિટીંગ કરવામાં આવેલું છે. 22 વર્ષની સહર એન્જલિના જોલીના એક ઝોમ્બી જેવા દેખાતા ફોટોથી ચર્ચામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તે એન્જલિના જોલીના ઝોમ્બી જેવા દેખાતા વિચિત્ર અને બિહામણા ફોટા અપલોડ કરતી રહે છે. આવી ઇમેજ મુકતી વખતે સહર તેના માથા પર હિજાબ પહેરેલી જોવા મળે છે જે તહેરાનમાં સામાન્ય છે. 

ઇરાનના તહેરાનમાં સહર રહે છે અને તેણે ઇન્સ્ટાગ્રામની મદદથી પોતાની કરિયર બનાવી છે. ઇરાનમાં ફેસબુક અને ટ્વીટર પર પ્રતિબંધ છે અને માત્ર ફોટોશેરિંગ પોર્ટલ ઇન્સ્ટાગ્રામને જ મંજૂરી છે.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...