શું સલમાન કરી રહ્યો છે ઝરીન ખાન સાથે લગ્ન? એક્ટ્રેસે કર્યો ખુલાસો...

બોલીવુડમાં સલમાનખાનની ફિલ્મ ‘વીર’થી પોતાના કરિયરની શરુઆત કરનાર એક્ટ્રેસ ઝરીન ખાન તેના લુકને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. ઝરીન અને સલમાનના અફેરના સમાચાર મીડિયામાં ઘણા ચાલ્યા હતા પરંતુ બંનેએ ક્યારે તેમના એફેરને ઓફિશિયલ જાહેર કર્યું ન હતું

શું સલમાન કરી રહ્યો છે ઝરીન ખાન સાથે લગ્ન? એક્ટ્રેસે કર્યો ખુલાસો...

નવી દિલ્હી: બોલીવુડમાં સલમાનખાનની ફિલ્મ ‘વીર’થી પોતાના કરિયરની શરુઆત કરનાર એક્ટ્રેસ ઝરીન ખાન તેના લુકને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. ઝરીન અને સલમાનના અફેરના સમાચાર મીડિયામાં ઘણા ચાલ્યા હતા પરંતુ બંનેએ ક્યારે તેમના એફેરને ઓફિશિયલ જાહેર કર્યું ન હતું. ત્યારે ફરી એકવાર ઝરીન ખાન લાઇમલાઇટમાં આવી છે. તમને જણાવી દઇએ કે, એક ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને કહ્યું હતું કે, તે અને સલમાન ખાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે.

ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝરીને તેની પર્સનલ લાઇફ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રી વિશે વાતો કરી હતી. તે દરમિયાન ઝરીન ખાને સલમાન ખાન વિશે પણ વાત કરતા કહ્યું કે, તે અફવા ફેલાવવા માગે છે કે, તે અને સલમાન ખાન લગ્ન કરવા જઇ રહ્યાં છે. ઝરીને આ વાત માત્ર એટલા માટે કરી હતી કેમ કે, તે સલમાન ખાન સાથે લગ્ન કરવા ઇચ્છે છે.

તમને જણાવી દઇએ કે, આ ઇન્ટરવ્યૂમાં જ્યારે ઝરીને પૂછ્યું કે, તે કોની સાથે હુકઅપ કરશે, કોની સાથે લગ્ન કરશે તે દરમિયાન ઝરીને જવાબ આપતા કહ્યું કે, ગૌતમ વિવાહિત છે અને કરણને તો બાળકો છે તો માત્ર બચ્યા આપણા સલમાન તો દબંગ ખાનની સાથે લગ્ન કરવા ઇચ્છીશ. તાજેતરમાં ઝરીન તેલૂગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી રહી છે.

જુઓ Live TV;- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news