લતા મંગેશકરને તેમના ઘરે મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વીટ કરીને જણાવી આ વાત

ભારતની કોયલ લતા મંગેશકરને મળવા રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ મુલાકાતના ફોટા લતા મંગેશકરની સાથે-સાથે રામનાથ કોવિંદે પણ શેર કર્યા છે 
 

લતા મંગેશકરને તેમના ઘરે મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વીટ કરીને જણાવી આ વાત

નવી દિલ્હીઃ ભારતની કોયલ લતા મંગેશકરને મળવા રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ મુલાકાતના ફોટા લતા મંગેશકરની સાથે-સાથે રામનાથ કોવિંદે પણ શેર કર્યા છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે, "લતા મંગેશકરજીને આજે તેમના નિવાસે મળીને પ્રસન્નતા થઈ. મેં તેમના સ્વસ્થ જીવન માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી."

રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું છે કે, "લતાજી ભારતનું ગૌરવ છે. તેમના હૃદયસ્પર્શી ગીતો આપણાં જીવનમાં મધુરતા રેલાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણને સૌને પ્રભાવિત કરે છે." 

लता जी भारत का गौरव हैं। उनके मर्मस्पर्शी गीत हमारे जीवन में मधुरता घोलते रहे हैं। उनकी प्रेरणादायी सादगी और सौम्यता हम सबको प्रभावित करती रही है — राष्ट्रपति कोविन्द pic.twitter.com/vBrFPNTAlp

— President of India (@rashtrapatibhvn) August 18, 2019

લતા મંગેશકરે પણ આ મુલાકાત અંગે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, "નમસ્કાર, આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી, તેમનાં પત્ની શ્રીમતી સવિતા કોવિંદજી અને દીકરી સ્વાતિ કોવિંદજીની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવજી અને તેમનાં પત્ની વિનોદા રાવજી, મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી શ્રી વિનોદ તાવડેજીએ મારા ઘરે આવીને મને કૃત-કૃત કરી છે."

— Lata Mangeshkar (@mangeshkarlata) August 18, 2019

લતા મંગેશકરે રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિનો પરિવાર પણ લતાજીને મળીને આનંદિત જણાતો હતો. લતા મંગેશકરની ટ્વીટને અનેક લોકોએ રિટ્વીટ કરી છે તો સાથે જ અનેક યુઝર્સે લતા મંગેશકરના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news