Jagjit Singh Birthday: જગજીત સિંહની પાછળ પડ્યા હતા આ દેશના જાસૂસ, પછી જે થયું...જાણીને ચોંકી જશો

Jagjit Singh Birth Anniversary: જગજીત સિંહ અને ચિત્રા સિંહે એક વ્યક્તિને નોટિસ પણ કર્યો હતો. એરપોર્ટથી નીકળ્યા ત્યારથી તે વ્યક્તિ તેમણે જોયો. જગજીત સિંહને એક જ વ્યક્તિ વારંવાર જોઈ રહ્યો હતો. એવું લાગતું જાણે તેમના પર નજર રાખતો હતો. આ જોઈને તેમને શંકા ગઈ. જ્યારે જગજીત સિંહ  અને ચિત્રા બંને હોટલ પહોંચ્યા તો થોડીવાર બાદ રૂમની ઘંટડી વાગી. જગજીત સિંહ દરવાજો ખોલ્યો તો એ જ વ્યક્તિ ત્યાં ઊભો હતો.

Jagjit Singh Birthday: જગજીત સિંહની પાછળ પડ્યા હતા આ દેશના જાસૂસ, પછી જે થયું...જાણીને ચોંકી જશો

Jagjit Singh Birth Anniversary: જગજીત સિંહ ગઝલોની દુનિયાના બાદશાહ હતા અને હંમેશા રહેશે. તેમણે પોતાના મખમલી અવાજથી લોકોના હ્રદય પર રાજ કર્યું. તેમનો અવાજ લોકોના સારા સમય અને ખરાબ સમય એમ બંનેમાં સાથ આપતો હતો. તેમના ગાયેલા ગીતો આજે પણ લોકો મનથી અને લાગણીથી સાંભળે છે. તેઓ ભલે આજે આપણી વચ્ચે ન હોય  પરંતુ તેમની ગઝલો હંમેશા તેમને લોકોના મનમાં જીવિત રાખશે. આજે આ દિગ્ગજ ગઝલ ગાયકની 82મી જન્મતિથિ છે. જગજીત સિંહે દેશનું માન દુનિયામાં વધાર્યું. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામે કર્યા. તેમને વર્ષ 2003માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના સન્માનમાં વર્ષ 2014માં તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. 

જગજીત સિંહ કોલેજકાળથી જ ગઝલો ગાતા હતા. ત્યારથી જ તેમના ચાહકોની સંખ્યા વધી ગઈ હતી. તેમના અવાજના દીવાના માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટી મોટી હસ્તીઓ પણ હતી. એટલું જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનના નાગરિકોની સાથે સાથે ત્યાંની પણ મોટી મોટી હસ્તીઓ તેમના અવાજની કાયલ હતી. સમયાંતરે પાકિસ્તાનમાં પણ જગજીત સિંહના શોનું આયોજન થતું હતું. અહીં અમે તમને આજે પાકિસ્તાન સંલગ્ન એક કિસ્સો જણાવીશું. 

પાકિસ્તાનમાં હતો શો
વાત છે 1979ની, જ્યારે જગજીત સિંહ તેમના પત્ની ચિત્રા સિંહ સાથે પહેલીવાર પાકિસ્તાનના શોમાં ગયા હતા. બાંગ્લાદેશ મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું તેને લઈને ત્યારે પણ ખુબ તણાવ હતો. આ તણાવ વચ્ચે જગજીત સિંહ પત્ની સાથે પાકિસ્તાન પહોંચ્યા હતા. ત્યારે તેમને લોકોના વ્યવહારથી સમજાઈ રહ્યું હતું કે તેમની સાથે સામાન્ય વ્યવહાર થઈ રહ્યો નથી. 

 

પાછળ લાગ્યા જાસૂસ
જગજીત સિંહ અને ચિત્રા સિંહે એક વ્યક્તિને નોટિસ પણ કર્યો હતો. એરપોર્ટથી નીકળ્યા ત્યારથી તે વ્યક્તિ તેમણે જોયો. જગજીત સિંહને એક જ વ્યક્તિ વારંવાર જોઈ રહ્યો હતો. એવું લાગતું જાણે તેમના પર નજર રાખતો હતો. આ જોઈને તેમને શંકા ગઈ. જ્યારે જગજીત સિંહ  અને ચિત્રા બંને હોટલ પહોંચ્યા તો થોડીવાર બાદ રૂમની ઘંટડી વાગી. જગજીત સિંહ દરવાજો ખોલ્યો તો એ જ વ્યક્તિ ત્યાં ઊભો હતો. જગજીત સિંહે તેમને પૂછ્યું, અમારી જાસૂસી કરો છો કે શું?

પછી જે થયું...
તે વ્યક્તિએ જવાબ આપ્યો હા. અસલમાં આ વ્યક્તિ પાકિસ્તાની જાસૂસ હતો. તેણે પોતાના વિશે જગજીત સિંહને જણાવ્યું. જગજીત સિંહ ચોંકી ગયા. પરંતુ જગજીત સિંહને વધુ મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે જાસૂસે પોતાની જાતને તેમના મોટા ફેન તરીકે ગણાવી. એટલું જ નહીં જાસૂસ તેમના માટે ખાસ ગિફ્ટ લઈને પણ આવ્યો હતો. આ ગિફ્ટ એક દારૂની બોટલ હતી. આ કિસ્સો પુસ્તક 'બાત નિકલેગી તો ફિર: ધ લાઈફ એન્ડ મ્યૂઝિક ઓફ જગજીત સિંહ' માંથી લેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news