કપૂર ખાનદાનની આ લાડકી સાથે થઈ હતી થિયેટરમાં ગંદી હરકત!, અચાનક યુવક આવ્યો અને છાતી...
આ અભિનેત્રી જ્યારે 13 વર્ષની હતી ત્યારે થિયેટરમાં મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી અને ત્યારે આ ઘટના ઘટી હતી. અંધારામાં ઘટેલી આ ઘટના વિશે જાણીને તમારા રૂવાંટા ઊભા થઈ જશે.
Trending Photos
Sonam Kapoor Molestation: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેજેન્ડ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે પોતાની લાઈફની એવી પળો વિશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વિચારીને કોઈ પણ છોકરીના રૂવાંટા ઊભા થઈ જાય. સોનમ કપૂરે એક શો દરમિયાન જણાવ્યું હતું કે તે બાળપણમાં સેક્સ્યુઅલ એબ્યૂઝનો ભોગ બની ચૂકી છે. અભિનેત્રીએ જ્યારે પોતાની સાથે ઘટેલી આ બિહામણી ઘટના વિશે જણાવ્યું તો ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
કાંપી ગઈ હતી સોનમની રૂહ...
સોનમ કપૂરે રાજીવ મસંદના શો 'ધ એક્ટ્રેસિસ રાઉન્ડટેબલ' (2016) પર પોતાની સાથે થયેલા સેક્સ્યુઅલ અબ્યૂઝ વિશે વાત કરી હતી. સોનમ કપૂરે જણાવ્યું હતું કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તે તેના કેટલાક મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી. ત્યાં અંધારાનો ફાયદો ઉઠાવીને એક વ્યક્તિ પાછળ આવ્યો અને તેણે મારી છાતી પકડી લીધી હતી. સોનમ કપૂરે જણાવ્યું કે ત્યારે તે ખુબ નાની હતી અને તેના સ્તન વિકસ્યા નહતા. સોનમે સાથે એમ પણ કહ્યું કે તે એટલી ડરી ગઈ હતી કે તે કાંપવા લાગી હતી. તેને કશું સમજમાં નહતું આવ્યું કે શું થઈ રહ્યું છે.
'તારક મહેતા...' ની આ બોલ્ડ અભિનેત્રીએ 'બ્રેકઅપ સેક્સ' વિશે જે કહ્યું..જાણીને ચોંકશો
Shah Rukh Khan ની પઠાણ ફિલ્મમાં છે આ 7 મોટી ભૂલ, ફરી એકવાર ધ્યાનથી જોજો આ ફિલ્મ
મલાઈકાએ રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી બહાર નીકળતા મોટો લોચો માર્યો, લોકોએ ન જોવાનું...
સોનમ કપૂરે જ્યારે રાજીવ મસંદના શો પર આ વાતો કરી ત્યારે ત્યાં હાજર રાધિકા આપ્ટે, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, અને વિદ્યા બાલન પણ એકદમ ચોંકી ગયા હતા. સોનમ કપૂર હાલ તો માતૃત્વની મજા માણી રહી છે. વધુમાં વધુ સમય પોતાના પુત્ર વાયુ સાથે વિતાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories