સંજય લીલા ભલસાણી સાથે થઈ જાહનવી કપૂરની મુલાકાત, શું ધડક બાદ તેની સાથે કરશે ફિલ્મ!

ધડકમાં જાહનવીની સાથે બોલીવુડ એક્ટર શાહિદ કપૂરના નાનાભાઈ ઈશાન ખટ્ટર નજર આવશે. ઇશાનની આ બીજી ફિલ્મ છે. તે આ પહેલા ઇરાની ડાયરેક્ટરની ભારતીય ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સમાં નજરે આવ્યો હતો. 

 સંજય લીલા ભલસાણી સાથે થઈ જાહનવી કપૂરની મુલાકાત, શું ધડક બાદ તેની સાથે કરશે ફિલ્મ!

નવી દિલ્હીઃ બોલીવુડમાં જલ્દી કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહેલી જાહનવી કપૂરના હાથમાં લગભગ વધુ એક પ્રોજેક્ટ આવી ગયો છે. મહત્વનું છે કે જાહનવીને સંજય લીલા ભલસાણીની ઓફિસની બહાર દેખાઈ અને માનવામાં આવી રહ્યું છે કે જાહનવીએ સંજયની સાથે કામના સિલસિલામાં મુલાકાત કરી. અહીં તમને જણાવી દઈએ કે જાહનવી કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડગલા માંડશે અને તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. 

ધડકમાં જાહનવીની સાથે બોલીવુડ એક્ટર શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર નજર આવશે. ઇશાનની આ બીજી ફિલ્મ છે. તે આ પહેલા ઇરાની ડાયરેક્ટરની ભારતીય ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉન્ડસમાં નજરે આવ્યો હતો તેની આ ફિલ્મ 20 એપ્રિલે રિલીઝ થવાની છે. જાહનવીની વાત કરીએ તો દૈનિક ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે હાલમાં જહાનવીને તેની બહેન ખુશી સાથે ભલસાણીની ઓફિસ બહાર જોવામાં આવી હતી. ત્યારબાદ જાહનવીની ભલસાણીની ફિલ્મમાં કામ કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભલસાણી તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યાં હતા જ્યારે તેની ફિલ્મ પદ્માવત રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી પરંતુ ફિલ્મને રિલીઝ થતા પહેલા ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મનો દેશભરમાં વિરોધ ખૂબ થયો હતો. બાદમાં ફિલ્મને આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મએ વિશ્વભરમાં સારી કમાણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news