Gold Rate Today: ઓ બાપરે! સોનું તો કમૂરતા પહેલા જ કૂદાકૂદ કરવા લાગ્યું, આજે પણ ભાવ વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: જેમ જેમ કમૂરતા ઉતરવાનો સમય નજીક આવતો જાય છે તેમ  તેમ સોનું ચડતું જોવા મળી રહ્યું છે. ચાંદી પણ ચમકી રહી છે. 24 કેરેટ, 22 કેરેટ સોનાનો ભાવ ફટાફટ ચેક કરો.

Gold Rate Today: ઓ બાપરે! સોનું તો કમૂરતા પહેલા જ કૂદાકૂદ કરવા લાગ્યું, આજે પણ ભાવ વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી નોંઘાઈ. કોમેક્સ પર તે 2700 ડોલરના સ્તરે પહોંચી ગયું. કાલે સોનું 20 ડોલર વધીને 2700 ડોલરની નજીક પહોંચ્યું હતું. જ્યારે ચાંદી સતત છઠ્ઠા દિવસે તેજી સાથે 31 ડોલર પર પહોંચી ગઈ હતી. જેના પગલે ઘરેલુ વાયદા બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં તેજી છે. ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો. 

વાયદા બજારમાં ભાવ
આજે સવારે MCX પર ગોલ્ડ 140 રૂપિયાની તેજી સાથે 78,244 ના લેવલ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જો કે કાલે 78,104 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 231 રૂપિયાના વધારા સાથે 91,942 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર હતી. જે કાલે 91,711 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

Add Zee News as a Preferred Source

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 290 રૂપિયા ઉછળીને 77,908 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. જે કાલે 77,618 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 169 રૂપિયા વધીને 89,969 રૂપિયાની સપાટીએ પહોંચી જે કાલે 89,800 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 10, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/lzaHrL6eBq

— IBJA (@IBJA1919) January 10, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news