બ્રેકઅપ બાદ ઠાકુરે બસંતીને મનાવવા મિત્રને મોકલ્યો, જીતુએ કરી દીધી પોતાના દિલની વાત અને માંગી લીધો હાથ!

Jeetendra Birthday: આજે બોલીવુડમાં જમ્પીંગ જેકના નામે જાણીતા જીતેન્દ્રનો જન્મ દિવસ છે. 7 એપ્રિલ 1942ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા જીતેન્દ્રની ગણતરી બોલીવુડના મહાન અભિનેતાઓમાં થાય છે. જીતેન્દ્ર તેની અદભૂત એક્ટિંગ અને ડાન્સ મૂવ્સને કારણે ‘જમ્પિંગ જેક ઓફ બોલિવૂડ’ તરીકે ઓળખવામાં આવે છે. 30 વર્ષની લાંબી કારકિર્દીમાં જીતેન્દ્રએ તેમના અભિનય અને તેમના આઇકોનિક ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દિલ જીતી લીધા હતાં.

બ્રેકઅપ બાદ ઠાકુરે બસંતીને મનાવવા મિત્રને મોકલ્યો, જીતુએ કરી દીધી પોતાના દિલની વાત અને માંગી લીધો હાથ!

નવી દિલ્લીઃ આજે બોલીવુડમાં જમ્પીંગ જેકના નામે જાણીતા જીતેન્દ્રનો જન્મ દિવસ છે. 7 એપ્રિલ 1942ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા જીતેન્દ્રની ગણતરી બોલીવુડના મહાન અભિનેતાઓમાં થાય છે. જીતેન્દ્ર તેની અદભૂત એક્ટિંગ અને ડાન્સ મૂવ્સને કારણે ‘જમ્પિંગ જેક ઓફ બોલિવૂડ’ તરીકે ઓળખવામાં આવે છે. 30 વર્ષની લાંબી કારકિર્દીમાં જીતેન્દ્રએ તેમના અભિનય અને તેમના આઇકોનિક ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દિલ જીતી લીધા હતાં. ત્યારે આજે તેમના જન્મદિને જણાઈ તેમના વિશેની આવી કેટલીક જાણી અજાણી વાતો...

એક્ટિંગની સાથે સાથે હીરો તરીકે જીતેન્દ્રનો એક અલગ જ અંદાજ એક અલગ જ શૈલી પણ હતી. મોટાભાગે તેઓ પોતાની દરેક ફિલ્મમાં સફેદ રંગના શૂટ જ પહેરવાનું પસંદ કરતા હતાં. તેમને પહેલાંથી જ સફેદ રંગ ખુબ પસંદ હતો એ જ કારણે તેઓ ફિલ્મોમાં સફેદ કપડાં, સફેદ, શૂટ, સફેદ ટોપી અને સફેદ રંગની ગાડી સાથે જોવા મળતા હતાં. ભારતીય સિનેમાના આ પ્રતિષ્ઠિત સ્ટાર જીતેન્દ્રનો આજે જન્મદિવસ છે. જીતેન્દ્ર આજે 80 વર્ષના થઈ ગયા છે. તેમનું અસલી નામ રવિ કુમાર છે, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલીને જીતેન્દ્ર રાખ્યું હતું. કારણકે, તેમને કોઈકે કહેલું કે ફિલ્મોમાં રવિ નામથી લાંબો સમય સુધી હિટ નહીં થઈ શકાય. એજ કારણે તેમણે પોતાનું નામ બદલી નાંખ્યું હતું. 

એવું કહેવાય છેકે, જીતેન્દ્ર અને સંજીવ કુમાર ખુબ જ સારા મિત્રો હતો. તે સમયે સંજીવ કુમારનું હેમા માલિની સાથે અફેર ચાલતુ હતું. સંજીવકુમાર અને હેમા માલિની વચ્ચે અફેર રહ્યુ હતું. બાયોગ્રાફી મુજબ એકવાર હેમા માલિની રાજેશ ખન્ના સાથે હોલિવુડની ફિલ્મના પ્રિમીયરમાં જતા રહ્યા હતા. આ વાતથી સંજીવકુમાર નારાજ થયા અને ત્યારબાદ બંને વચ્ચે અંતર આવી ગયું. હેમા માલિની સાથે સંજીવકુમારનું બ્રેકઅપ થઈ ગયું હતું જેથી તેઓ હવે લગ્ન કરવા માગતા નહોંતા. કહેવાય છે કે સુલક્ષણા પંડિતને સંજીવકુમાર સાથે લગ્ન કરવા હતા પરંતુ સંજીવકુમારે મનાઈ કરી દીધી હતી. એ અરસામાં સંજીવકુમારે પોતાના મિત્ર જીતેન્દ્રને એક ચીઠ્ઠી આપીને હેમાજીને મનાવવા માટે મોકલ્યાં હતાં. જોકે, હેમાને જોઈને જીતુનું મન બદલાઈ ગયુ અને તેઓ હેમાની માતાની પોતાના મનની વાત કરવા ચાલ્યાં ગયાં.

જીતેન્દ્રએ સંજીવકુમારની વાત બાજુએ મુકીને હેમા સાથે પોતે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. બીજી તરફ ધરમેન્દ્ર હેમાના પ્રેમમાં હતાં. પણ એ સંબંધ હેમાની માતાને પસંદ નહોંતો. જીતુ હેમાની માતાને પસંદ પણ આવી ગયો હતો. લગ્નનું નક્કી થાય એ પહેલાં જ ધમેન્દ્રએ હેમાને પોતાના પ્રેમમાં પરોવી લીધી હતીં. અને આખરે પ્રેમની આ કહાનીમાં ધરમપાજીએ જ બાજી મારી. ઉલ્લેખનીય છેકે, શોલે ફિલ્મ સમયે હેમા અને સંજીવકુમારનું બ્રેકઅપ થઈ ચૂક્યું હતું. અને ફિલ્મમાં હેમા અને સંજીવનો કોઈ સીન સાથે ન રાખવાની ધમેન્દ્રએ ડાયરેક્ટરને ધમકી પણ આપી હતી. આ આખી પ્રેમ કહાની પરથી એક વાક્યમાં એમ કહી શકાય કે, બસંતીનું સેટિંગ હતું ઠાકુર જોડે બાજી મારી વીરુએ! હેમાનો હાથ માંગવા ગયો જીતુ! વિદેશ ફરવા લઈ ગયા રાજેશ ખન્ના!

બીજી એક કિસ્સાની વાત કરીએ તો...જીતેન્દ્ર હંમેશા તેની ફિલ્મો અને તેના સોંગ માટે ગંભીર હતા. જો તેને ફિલ્મમાં કંઈક ન ગમતું હોય તો તે સીધું જ બોલતા હતા. આવું જ કંઈક ફિલ્મ ‘પરિચય’ના શૂટિંગ દરમિયાન થયું, જ્યારે જીતેન્દ્રને એક ગીત પસંદ ન આવ્યું અને તેણે મેકર્સ પાસે તેને હટાવવાની માંગ કરી. જો કે, પાછળથી આ સોંગ ફિલ્મમાં એડ કરવામાં આવ્યું અને તે સુપરહિટ પણ બન્યું. જીતેન્દ્રને લાગ્યું કે જો આ સોંગ ફિલ્મમાં મૂકવામાં આવશે તો દર્શકોને તે પસંદ નહીં આવે. પછી પોતાની મૂંઝવણ દૂર કરવા માટે જીતેન્દ્ર સોંગની કેસેટ લઈને અભિનેતા અમિતાભ બચ્ચન પાસે ગયા. જ્યારે જીતેન્દ્રએ આ સોંગ અમિતાભને સંભળાવ્યું ત્યારે આ સોંગ સાંભળીને અમિતાભની આંખો ભીની થઈ હતી,જેથી તેઓ આ સોંગ રાખવા સંમત થયા હતા.

જીતેન્દ્રના પિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘરેણાં સપ્લાય કરવાનું કામ કરતા હતા. પિતાના કારણે જ જીતેન્દ્ર સિનેમાથી પરિચિત થયા હતા. આમ જીતેન્દ્રને પહેલાથી જ ફિલ્મો સાથે નાતો રહ્યો છે. 1964માં વી શાંતારામે જીતેન્દ્રને તેમની ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરો ને’ દ્વારા પ્રથમ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. જોકે, જીતેન્દ્રને 1967માં આવેલી ફિલ્મ ‘ફર્ઝ’થી સફળતા મળી. અંદાજે 3 દાયકાથી વધારે સમય સુધી જીતેન્દ્રએ ફિલ્મોમાં કામ કર્યું. આજે તેમનો પુત્ર તુષાર કપુર પણ એક અભિનેતા છે. જ્યારે તેમની પુત્રી એકતા કપુર ટીવીના રૂપેરી પડદા પર આવતી વિવિધ સિરિયલ્સની સૌથી સફળ નિર્માતા તરીકે ખ્યાતિ ધરાવે છે.

(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી, બોલીવુુડ ગોસિપ અને મનોરંજનની ખબરોને આધારે લેવામાં આવી છે.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news